National News/ કાશ્મીરમાં ફરી શરૂ થઈ ટાર્ગેટ કિલિંગ? કુલગામમાં બે મજૂરોની ગોળી મારીને હત્યા

દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ (Kulgam terror attack) છત્તીસગઢના બે પ્રવાસી મજૂરોની ગોળી મારીને હત્યા કરી છે. આ હુમલાની જવાબદારી TRFએ લીધી છે. જાણો સંપૂર્ણ વિગત.

Top Stories NATIONAL India
Kulgam terror attack

Kulgam Terror Attack Updates: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં છત્તીસગઢના બે પ્રવાસી મજૂરોની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હુમલાની(Kulgam terror attack ) જવાબદારી લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ગણાતા સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)એ લીધી છે.

Kulgam terror attack ની ઘટના અને પીડિતોની ઓળખ

શુક્રવારે સાંજે કુલગામના  કોલ્લમ વિસ્તારમાં આવેલા એક ઈંટ ભઠ્ઠા પર કામ કરી રહેલા બે મજૂરો પર આતંકવાદીઓએ અચાનક ગોળીબાર કર્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મજૂરોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અનંતનાગની GMC હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું હતું, જ્યારે બીજા ગંભીર મજૂરને શ્રીનગરના SKIMS રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં શનિવારે તેમનું પણ અવસાન થયું હતું.

મૃતકોની ઓળખ દીપક રેટ્રે (24) અને બોપિન્દર (28) તરીકે થઈ છે, જેઓ મૂળ છત્તીસગઢના રહેવાસી હતા અને કાશ્મીરમાં મજૂરી કામ માટે આવ્યા હતા.

TRFની ધમકી અને સુરક્ષા દળોની કાર્યવાહી

આતંકી સંગઠન TRFએ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરીને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને બહારના લોકો તથા જમ્મુ-કાશ્મીર પોલીસને નિશાન બનાવવાની ચેતવણી આપી છે.

જોકે, કેટલાક સૂત્રોનું કહેવું છે કે મજૂરોની ઓળખપત્ર (આઈડી કાર્ડ) ચકાસીને તેમને ખાસ નિશાન બનાવાયા હતા, પરંતુ પોલીસે આ વાતનું ખંડન કર્યું છે.

ઘટનાની જાણ થતા જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

દસ દિવસમાં બીજો મોટો હુમલો

કાશ્મીર ઘાટીમાં છેલ્લા દસ દિવસમાં આ બીજો મોટો આતંકવાદી હુમલો(Kulgam terror attack ) છે. અગાઉ 22 જુલાઈએ અનંતનાગમાં જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશીની પણ નજીકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પ્રકારની ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને આતંકી ઇકોસિસ્ટમને નેસ્તનાબૂદ કરવા માટે તપાસ તેજ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો:પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓ કાશ્મીરમાં છુપાયેલા

આ પણ વાંચો:પહેલગામ હુમલો: ‘શું તમે સુરક્ષા દળોનું મનોબળ નીચું કરવા માંગો છો?’, સુપ્રીમ કોર્ટે અરજદારોને ફટકાર લગાવી

આ પણ વાંચો:પહેલગામ ઉપરાંત, આ 3 સ્થળોએ હુમલો કરવાની યોજના હતી; મદદ કરનારા OGWs કોણ છે