Gandhinagar News/ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 174 શંકાસ્પદ કેસ, 33 પોઝિટિવ અને 21 દર્દીઓના મોતથી ચિંતા વધી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ના 174 શંકાસ્પદ કેસ, 33 પોઝિટિવ અને 21 દર્દીઓના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

Top Stories Gandhinagar Gujarat Others Breaking News
ગુજરાતમાં Chandipura Virusને લઈને ચિંતા, 33 કેસ પોઝિટિવ આવ્યા

Gandhinagar News: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ યથાવત છે. રાજ્યમાં 30 જૂનથી 31 જુલાઈ 2026 સુધીમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ના કુલ 174 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ પૈકી 33 કેસમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે, જ્યારે 21 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે.

ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) ખાસ કરીને નાના બાળકોમાં ગંભીર અસર કરી શકે છે. આ વાયરસના કારણે મગજમાં સોજો (એન્સેફેલાઇટિસ) જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે આરોગ્ય તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

174 શંકાસ્પદ કેસમાંથી 158ના રિપોર્ટ જાહેર

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નોંધાયેલા 174 શંકાસ્પદ કેસમાંથી અત્યાર સુધીમાં 158 સેમ્પલના પરીક્ષણના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હજુ 16 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.બાકી રહેલા રિપોર્ટના પરિણામ બાદ રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થશે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Chandipura Virusના 33 પોઝિટિવ કેસ, 21 દર્દીઓના મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં 33 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ની પુષ્ટિ થઈ છે. જેમાંથી 21 દર્દીઓના મોત થયા છે. આ આંકડાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

બાળકોમાં વધુ જોખમને લઈને આરોગ્ય તંત્ર સાવચેત

ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)નો સૌથી વધુ ખતરો નાના બાળકોમાં જોવા મળે છે. તાવ, ઝટકા આવવા, અશક્તિ, ઉલટી અને અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બાળકોના સ્વાસ્થ્ય અંગે કોઈપણ ગંભીર લક્ષણોને અવગણવા નહીં તેવી અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:પાટણમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, 5 વર્ષીય બાળકનું મોત; વધુ એક શંકાસ્પદ કેસથી તંત્ર એલર્ટ

આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત, બહુચરાજીની બાળકીનું સારવાર દરમિયાન નિધન

આ પણ વાંચો:સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના 3 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ, 27 દિવસમાં 5 બાળકોનાં મોત