Sabarkantha News/ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના 3 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ, 27 દિવસમાં 5 બાળકોનાં મોત

Sabarkantha Chandipura Virus: સાબરકાંઠામાં છેલ્લા 27 દિવસમાં ચાંદીપુરા વાયરસના 9 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્રણ દર્દીઓ પોઝિટિવ છે અને સારવાર હેઠળ છે, જ્યારે પાંચ બાળકોનાં મોત થયા છે. જિલ્લા આરોગ્ય વિભાગે વિગતવાર માહિતી આપી..

Top Stories Gujarat
Sabarkantha Chandipura Virus: 3 પોઝિટિવ, 5 બાળકોનાં મોત

Gujarat News: સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને (Sabarkantha Chandipura Virus) લઈને ચિંતા વધતી જઈ રહી છે. છેલ્લા 27 દિવસ દરમિયાન નોંધાયેલા શંકાસ્પદ કેસોમાં ત્રણ બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત (3 Positive Patients)  હોવાનું સામે આવ્યું છે, જ્યારે પાંચ બાળકોના (5 Children Die) મોત થયા છે. હાલ ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર લઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગે પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી આરોગ્ય પગલાં તેજ કર્યા છે.

Sabarkantha Chandipura Virus: 3 પોઝિટિવ, 5 બાળકોનાં મોત
Sabarkantha Chandipura Virus: 3 પોઝિટિવ, 5 બાળકોનાં મોત

27 દિવસમાં 9 શંકાસ્પદ કેસ નોંધાયા

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયાના જણાવ્યા અનુસાર, 26 જૂનથી 22 જુલાઈ દરમિયાન (Sabarkantha Chandipura Virus) ચાંદીપુરા વાયરસના કુલ 9 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. તપાસ બાદ ત્રણ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે છ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

એક બાળક સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા

વિજયનગર તાલુકાના બિલાડીયા ગામના ત્રણ વર્ષીય બાળકનો ચાંદીપુરા વાયરસનો (Chandipura Virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.

હાલ 3 બાળકો વેન્ટિલેટર પર સારવાર હેઠળ

Sabarkantha Chandipura Virus: 3 પોઝિટિવ, 5 બાળકોનાં મોત
Sabarkantha Chandipura Virus: 3 પોઝિટિવ, 5 બાળકોનાં મોત

હાલ જિલ્લામાં ત્રણ બાળકોની સારવાર ચાલી રહી છે.તલોદ તાલુકાના નાના ચેખલા ગામની 3 વર્ષીય બાળકી હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલના PICUમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.પોશીના તાલુકાના ઝીંઝણાટ ગામનો 10 વર્ષીય બાળક વડનગર સિવિલ હોસ્પિટલના PICUમાં સારવાર લઈ રહ્યો છે.પોશીનાના ગણેર ગામની 3 વર્ષીય બાળકી પણ વડનગર સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે.ત્રણે દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

હિંમતનગર સિવિલમાં 15 બાળકો દાખલ કરાયા

GMERS હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા કુલ 15 બાળકો દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં ચાર બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જ્યારે 11 બાળકોના રિપોર્ટ નેગેટિવ રહ્યા હતા.આ પૈકી એક બાળક સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો છે, જ્યારે હાલ બે બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે. અન્ય દર્દીઓની સ્થિતિ અનુસાર જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

તાજેતરમાં વધુ બે બાળકોનાં મોત

તાજેતરમાં પોશીનાના પીપળીયા ગામના 5 વર્ષીય બાળક શૈલેષ નવીનભાઈ ગમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. 20 જુલાઈએ તેનો સેમ્પલ લેવામાં આવ્યો હતો અને 21 જુલાઈએ ચાંદીપુરા પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તે જ દિવસે તેનું અવસાન થયું હતું.તે જ રીતે, પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામની 5 વર્ષીય બાળકી નક્ષત્રા પંકજભાઈ ડીડોરનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. તેના રિપોર્ટમાં પણ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી.

આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા અપીલ કરી

Sabarkantha Chandipura Virus: 3 પોઝિટિવ, 5 બાળકોનાં મોત
Sabarkantha Chandipura Virus: 3 પોઝિટિવ, 5 બાળકોનાં મોત

જિલ્લા આરોગ્ય વિભાગે માતા-પિતાને બાળકોમાં તાવ, ખેંચ, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવા અપીલ કરી છે. સાથે જ ગામડાઓમાં સ્વચ્છતા જાળવવા, મચ્છર અને સેન્ડફ્લાયથી બચવાના ઉપાયો અપનાવવા તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.


આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસનો કહેર: આબુરોડની 2 વર્ષની બાળકીનું પાલનપુરમાં સારવાર દરમિયાન મોત, બનાસકાંઠામાં 469 ટીમો મેદાનમાં

આ પણ વાંચો: અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો, 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર! ઊનામાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત