Sabarkantha News/ સાબરકાંઠામાં ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં જંગી વધારો, પુરવઠો ઘટતા ટામેટા-મરચાં ₹100ની નજીક

સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થતાં પુરવઠો ઘટ્યો છે. હિંમતનગર, ઈડર, પ્રાંતિજ, વડાલી અને તલોદમાં ટામેટા, મરચાં, ભીંડા સહિત અનેક શાકભાજીના ભાવ (Vegetable Price Hike)માં મોટો વધારો નોંધાયો છે.

Top Stories Gujarat Others Breaking News
Vegetable Price Hike: દૂધીથી કેપ્સીકમ સુધી ભાવવધારો, ચોમાસામાં શાકભાજી બની મોંઘી

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે શાકભાજીના બજારમાં પણ જોવા મળી રહી છે. હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી અને તલોદ સહિતના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં અનેક પ્રકારની લીલી શાકભાજીના પાકને નુકસાન થયું છે. પરિણામે બજારમાં સ્થાનિક પુરવઠો ઘટ્યો છે અને ભાવ ( Vegetable Price Hike)માં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ભાવવધારાના કારણે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના ઘરખર્ચ પર સીધી અસર પડી રહી છે.

વરસાદી પાણીથી શાકભાજીના પાકને નુકસાન

જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કોબીજ, ફુલાવર, દૂધી, ટામેટા, ભીંડા, ગવાર, ચોળી અને લીલા મરચાંના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે.લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં પાકમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. ખાસ કરીને વેલાવાળા પાક જેમ કે દૂધી, ગવાર, ચોળી અને ભીંડાને ભારે નુકસાન થતાં બજારમાં તેની આવક ઘટી ગઈ છે.

 Vegetable Price Hike : સ્થાનિક પુરવઠો ઘટતા અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવાઈ રહી

સ્થાનિક ઉત્પાદન ઓછું થતાં વેપારીઓ હવે ગુજરાત બહારના રાજ્યોમાંથી શાકભાજી મંગાવી રહ્યા છે.આ શાકભાજી પહેલા અમદાવાદના હોલસેલ માર્કેટમાં પહોંચે છે અને ત્યારબાદ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે. પરિવહન ખર્ચ વધવાથી ગ્રાહકોને વધુ ભાવ ( Vegetable Price Hike) ચૂકવવો પડી રહ્યો છે.

 Vegetable Price Hike
Vegetable Price Hike

અનેક શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો

હાલના બજાર ભાવ મુજબ, દૂધી અંદાજે ₹40 પ્રતિ કિલો,ભીંડા અંદાજે ₹50 પ્રતિ કિલો અને કેપ્સીકમ ₹100થી વધુ પ્રતિ કિલો સાબરકાંઠામાં મોટા પ્રમાણમાં થતી કોબીજ અને ફુલાવરની આવક પણ હાલ નાસિક, પૂણે અને દક્ષિણ ભારતમાંથી થઈ રહી હોવાથી તેના ભાવ પણ સામાન્ય કરતાં વધુ છે.

ટામેટા અને મરચાંના ભાવ ₹100ની નજીક

ઈડર અને વડાલી તાલુકા ટામેટા અને લીલા મરચાંના ઉત્પાદન માટે જાણીતા છે, પરંતુ હાલનો પાક તૈયાર ન હોવાથી બજારમાં બહારથી આવતી આવક પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.વેપારીઓના જણાવ્યા મુજબ હોલસેલ માર્કેટમાં જ ભાવ ₹70 પ્રતિ કિલોથી વધુ છે, જ્યારે છૂટક બજારમાં ટામેટા અને મરચાં ₹100 કે તેથી વધુ ભાવે વેચાઈ રહ્યા છે.

 Vegetable Price Hike
Vegetable Price Hike

આગામી મહિને ભાવ ઘટવાની શક્યતા

શાકમાર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ, જો હવામાન અનુકૂળ રહેશે તો આગામી એક મહિના દરમિયાન નવા પાકની આવક શરૂ થશે. ત્યારબાદ બજારમાં પુરવઠો વધતા શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.

મોંઘવારી વચ્ચે પરિવારો આહાર બદલી રહ્યા

શાકભાજીના વધતા ભાવને કારણે ઘણા પરિવારો હવે રોજિંદા આહારમાં ફેરફાર કરી રહ્યા છે. લીલી શાકભાજીના બદલે કઠોળ અને અન્ય વિકલ્પોનો ઉપયોગ વધ્યો હોવાનું વેપારીઓ અને ગ્રાહકો જણાવે છે.


આ પણ વાંચો:દિલ્હીમાં દૂધ, ફળ, શાકભાજીના ભાવ વધવાની સંભાવના,ખાદ્ય ચીજવસ્તુઓ વહન કરતા વાહનો પર હવે ગ્રીન ટેક્સ

આ પણ વાંચો:અમરેલીમાં શાકભાજીના ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ, બગસરામાં રસ્તા પર શાકભાજી ફેંકી દેવાઈ

આ પણ વાંચો:અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને, વરસાદે ખોરવ્યું ગૃહિણીઓનું બજેટ