Ahmedabad News/ અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને, વરસાદે ખોરવ્યું ગૃહિણીઓનું બજેટ

વરસાદને કારણે ખેતરોમાં શાકભાજીના પાકને નુકસાન થયું છે, જ્યારે ખરાબ રસ્તાઓ અને પરિવહનની મુશ્કેલીઓએ પુરવઠાને અસર કરી છે.

Top Stories Gujarat Breaking News Uncategorized

Ahmedabad News: ગુજરાત (Gujarat) માં ભારે વરસાદના (rainy season) કારણે અમદાવાદ (Ahmedabad) ના બજારોમાં શાકભાજી (vegetables) ના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની સીધી અસર ગૃહિણીઓના રસોડાના બજેટ પર પડી છે. ટામેટાંથી લઈને કોથમીર અને ટીંડોળા સુધીના શાકભાજીના ભાવ બમણા થયા છે, જેના કારણે સામાન્ય નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદે ખેતી અને પરિવહન પર ગંભીર અસર કરી છે. વરસાદને કારણે ખેતરોમાં શાકભાજીના પાકને નુકસાન થયું છે, જ્યારે ખરાબ રસ્તાઓ અને પરિવહનની મુશ્કેલીઓએ પુરવઠાને અસર કરી છે. આના પરિણામે બજારમાં શાકભાજીની અછત સર્જાઈ છે, જેના કારણે ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

અમદાવાદના બજારોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. શાકભાજીના વર્તમાન ભાવોની યાદીમાં  ટામેટા:60 રૂપિયા પ્રતિ કિલો (પહેલા 30-40 રૂપિયા પ્રતિ કિલો), ધાણા: 120 રૂપિયા પ્રતિ કિલો, મરચાં:100 રૂપિયા પ્રતિ કિલો, પાલક:120 રૂપિયા પ્રતિ કિલો, પાલક:140 રૂપિયા પ્રતિ કિલો, જામફળ:160 રૂપિયા પ્રતિ કિલો, મરચાં:140 રૂપિયા પ્રતિ કિલો, ભીંડા: 120 રૂપિયા પ્રતિ કિલો, ફૂલકોબી: 150 રૂપિયા પ્રતિ કિલો, કેપ્સિકમ:130 રૂપિયા પ્રતિ કિલો, રીંગણ:100 રૂપિયા પ્રતિ કિલો, કોબી: 80 રૂપિયા પ્રતિ કિલો. એટલું જ નહીં, વરસાદી ઋતુની મુખ્ય શાકભાજી હોવા છતાં, તેના ભાવ પણ ઊંચા છે.

આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓએ તેમના રસોડાના ખર્ચમાં નોંધપાત્ર વધારો અનુભવ્યો છે.આ ભાવ વધારો સામાન્ય પરિવારો માટે ભારે બની રહ્યો છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો પ્રયાસ, ચોથા માળેથી લગાવી છલાંગ

આ પણ વાંચો: અમદાવાદના બગોદરામાં એકજ પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યા

આ પણ વાંચો: અમદાવાદ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં બાયડની વિદ્યાર્થીનીની આત્મહત્યાથી ચકચાર