Ahmedabad News/ ગૂજરાત વિદ્યાપીઠ હોસ્ટેલમાં પાણી ભરાયા: વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહી જમ્યા,કાનખજૂરો તરતો જોવા મળ્યો

ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની બોયઝ હોસ્ટેલમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Gujarat Ahmedabad
જરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની બોયઝ હોસ્ટેલમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

Ahmedabad News : અમદાવાદમાં સોમવારે પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની બોયઝ હોસ્ટેલમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્ટેલની મેસ (Hostel Mess)સુધી પહોંચવાના રસ્તા તેમજ મેસની અંદર પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને પાણીમાં ઊભા રહીને જ ભોજન લેવાની સ્થિતિ સર્જાઈ હતી.

Gujarat Vidyapith હોસ્ટેલમાં 400થી વધુ વિદ્યાર્થીઓને મુશ્કેલી

માહિતી અનુસાર, બોયઝ હોસ્ટેલમાં 400થી વધુ વિદ્યાર્થીઓ રહે છે. ભારે વરસાદ બાદ હોસ્ટેલ પરિસરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી કલાકો સુધી પાણી ભરાયેલા (Waterlogging)રહ્યા હતા. મેસમાં જવાના રસ્તા પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.

વિદ્યાર્થીઓ ભોજન લેવા પહોંચ્યા ત્યારે મેસની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓને પાણીમાં ઊભા રહીને જમવું પડ્યું હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

પાણીમાં જીવજંતુ દેખાતા સ્વચ્છતા અંગે સવાલ

વાયરલ વીડિયોમાં પાણીમાં ઇયળો અને કાનખજૂરો જેવા જીવજંતુઓ પણ તરતા જોવા મળ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે હોસ્ટેલની સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી વ્યવસ્થા જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય નહીં.

વીડિયો વાયરલ થયા બાદ ચર્ચા તેજ

હોસ્ટેલમાં પાણી ભરાયેલા દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video)થયા બાદ સમગ્ર ઘટનાની ચર્ચા શરૂ થઈ છે. કુલપતિ હર્ષદ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, આ મુદ્દે વિદ્યાપીઠ તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.


આ પણ વાંચો : રેલ્વેના VIP લોન્જમાં રાયતામાંથી મળી આવ્યો કાનખજૂરો … વિડીયો થયો વાયરલ  

આ પણ વાંચો : અમૂલ આઈસ્ક્રીમમાં કાનખજૂરો આરોપો, દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય, તમામ વાંધાજનક પોસ્ટ દૂર કરવા કહ્યું, જાણો કેમ

આ પણ વાંચો : સોડા ડ્રિંક લેનારા સાવધાન ! ફરાળી ડ્રિંક સોડામાં જોવા મળ્યો કાનખજૂરો, વીડિયો થયો વાયરલ