Sabarkantha News/ ખાખી વર્દીમાં ભક્તિનો રંગ, સાબરકાંઠા પોલીસ પરિવારની પદયાત્રા

ભાદરવી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે સાબરકાંઠા પોલીસ પરિવારે (Sabarkantha Police Family) ખેડબ્રહ્મામાં મા જગદંબાના ચરણોમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી

Gujarat Others
ભાદરવી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે સાબરકાંઠા પોલીસ પરિવારે (Sabarkantha Police Family) ખેડબ્રહ્મામાં મા જગદંબાના ચરણોમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી

Sabarkantha News : ભાદરવી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે સાબરકાંઠા પોલીસ પરિવારે (Sabarkantha Police Family) ખેડબ્રહ્મામાં મા જગદંબાના ચરણોમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પોલીસ પરિવાર દ્વારા માતાજીને ધ્વજા અર્પણ કરવા માટે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રસંગે સંપૂર્ણપણે ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

Sabarkantha Police Family : ધ્વજા સાથે ભવ્ય પદયાત્રા

પોલીસ પરિવારની પદયાત્રામાં સાબરકાંઠા રેન્જના IG વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ સહિત LCB, SOG અને સ્થાનિક પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

મા જગદંબાની ધ્વજા સાથે શરૂ થયેલી આ પદયાત્રા દરમિયાન ભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ડીજેના તાલ સાથે માતાજીના જયઘોષથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો. પદયાત્રા દરમિયાન અબીલ-ગુલાલની છોળો વચ્ચે પોલીસ પરિવાર ભક્તિના માહોલમાં આગળ વધ્યો હતો.

પોલીસ અધિકારીઓએ રમ્યા ગરબા

ખેડબ્રહ્મા પદયાત્રા (Khedbrahma Padyatra) મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ માતાજીની આરાધના કરી હતી. આ દરમિયાન ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી.

સામાન્ય રીતે યુનિફોર્મમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓનું આ અલગ જ રૂપ જોવા મળ્યું હતું. પોલીસ પરિવારના સભ્યોએ ભક્તિ અને ઉત્સાહ સાથે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મા જગદંબાને ધ્વજા અર્પણ

પદયાત્રા પૂર્ણ થયા બાદ મા જગદંબાના મંદિરે ધાર્મિક વિધિ સાથે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. મા જગદંબા ધ્વજા (Maa Jagdamba Dhwaja) અર્પણ કરીને પોલીસ પરિવાર દ્વારા જિલ્લામાં શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સાબરકાંઠાની જનતાની સુરક્ષા, સેવા અને શાંતિ જળવાઈ રહે તેમજ જિલ્લામાં સુખ-સમૃદ્ધિ વધે તે માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ભાદરવી પૂનમ (Bhadarvi Poonam)ના પર્વે યોજાયેલી આ પદયાત્રાએ પોલીસ પરિવારની ફરજ સાથેની પ્રતિબદ્ધતા અને ધાર્મિક આસ્થાની સુંદર ઝલક રજૂ કરી હતી.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો: અંબાજી ભાદરવી પૂનમ મહામેળો: પાંચમા દિવસે પણ ભક્તોનો પ્રવાહ યથાવત્, ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી

આ પણ વાંચો: ભાદરવી પૂનમ મેળા માટે રેલવેની મોટી સુવિધા, અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે 13 દિવસ સ્પેશિયલ ટ્રેન

આ પણ વાંચો: બનાસકાંઠા: અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આરોગ્ય સેવા કેન્દ્રની અનોખી સેવા