Entertainment News/ ‘ખતરોં કે ખિલાડી 15’માંથી રુહાનિકા ધવન બહાર…મગરમચ્છ સ્ટંટના કારણે ફિનાલેમાં પહોંચવાનું સપનું તૂટ્યું!

રુહાનિકા ધવન એક્ટ્રેસ ફરહાના ભટ્ટ સામેના મગરમચ્છ વાળા સ્ટંટમાં હારી ગઈ અને ‘ખતરોં કે ખિલાડી 15’ (Khatron Ke Khiladi 15)માંથી બહાર થઈ ગઈ!

Trending Entertainment
Khatron Ke Khiladi 15 માંથી રુહાનિકા ધવન બહાર...Fans માટે Shocking Elimination અને Disappointing News!

Entertainment News: જસ્મિન ભસીન બાદ હવે રુહાનિકા ધવન (Jasmine Bhasin & Ruhanika Dhawan) પણ ‘ખતરોં કે ખિલાડી 15’ (Khatron Ke Khiladi 15)ના સેમી ફાઇનલ વીકમાં મગરમચ્છવાળા એલિમિનેશન સ્ટંટમાં હાર્યા બાદ શોથી બહાર થઈ ગઈ છે!

18 વર્ષીય આ એક્ટ્રેસની આ શો (Khatron Ke Khiladi 15)ની સફર અહિં જ થંભી ગઈ કારણ કે એ ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચવાનો મોકો ચૂકી ગઈ! રુહાનિકાએ આખાય સિઝન દરમિયાન પોતાની હિમ્મત, પાકા મનસૂબા અને કઠિન સ્ટંટ કરીને દર્શકોનું દિલ જીતી લીધું હતુ. કેટલાય મુશ્કેલ જણાતા ટાસ્કનો સામનો કરવા છતાં એણે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતુ અને સ્વયંને એક મજબૂત કન્ટેસ્ટન્ટ તરીકે સાબિત કરી હતી.

જો કે, એના બહાર થયા બાદ રોહિત શેટ્ટી (Rohit Shetty)એ રુહાનિકાના સફર અને દરેકેદરેક સ્ટંટ (Stunt)માં એના પ્રયાસોની ભરપૂર પ્રશંસા કરી હતી. આમ છતાં, રુહાનિકાના બહાર થઈ જવાથી એના ફેન્સ ઘણા જ નિરાશ છે કારણ કે, કેટલાય લોકો આ એક્ટ્રેસને ફાઈનલમાં ટ્રૉફી માટે મુકાબલો કરતા જોવા માંગતા હતા!

રુહાનિકા ધવન ખતરોં કે ખિલાડી 15માં સ્ટન્ટ કરતા

‘ખતરોં કે ખિલાડી 15’ના ફિનાલે પહેલા જ બહાર

રુહાનિકા ધવન એક્ટ્રેસ ફરહાના ભટ્ટ (Farhana Bhatt) સામેના મગરમચ્છ વાળા સ્ટંટમાં હારી ગઈ અને ‘ખતરોં કે ખિલાડી 15’ (Khatron Ke Khiladi 15)માંથી બહાર થઈ ગઈ! એણે ફિનાલે સુધી પહોંચવાના આરે આવીને એલિમિનેશન સ્ટંટને વચ્ચે જ છોડી દીધો જ્યારે ફરહાનાએ ટાસ્ક પૂરો કર્યો અને વિજેતા બની ગઈ. આ પહેલા કેપ્ટન તરીકે રિત્વિક ધનજાની (Ritvik Dhanjani)ને એક કઠીન નિર્ણય લેવો પડ્યો હતો. એને ‘ફિયર ફંદા’ માટે બે સ્પર્ધક પસંદ કરવાના હતા.

‘પવિત્ર રિશ્તા’ના આ એક્ટરે રુબિના દિલેક અને રુહાનિકા ધવનને પસંદ કર્યા હતા. આ પછી આ બંને સ્પર્ધકોએ એલિમિનેશન સ્ટન્ટમાં મુકાબલો કરેલો. ટ્રક વાળા સ્ટન્ટમાં રુબીના 11 ઝંડા એકઠા કરવામાં જ્યારે રુહાનિકા 6 ઝંડા એકઠા કરવામાં કામયાબ રહી હતી. જે કે, રુહાનિકાએ સ્ટન્ટ ઓછા સમયમાં પૂર્ણ કર્યો હતો પરંતુ એણે રુબીનાની સરખામણીમાં ઓછા ઝંડા એકઠા કરેલા!

રુહાનિકા ધવન ખતરોં કે ખિલાડી 15 Elimination

‘ખતરોં કે ખિલાડી 15’નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે? (Khatron Ke Khiladi 15 Grand Finale)

‘ખતરોં કે ખિલાડી 15’નો ગ્રાન્ડ ફિનાલે રવિવાર, 4 ઑક્ટોબર 2026ની રાત્રે 9 વાગ્યે કલર્સ ચેનલ પર બતાવવામાં આવશે. આ શોને જીઓ હોટ સ્ટાર પર પણ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે. આના સેમી-ફાઇનલમાં 8 કન્ટેસ્ટન્ટ્સ કરણ વાહી, રુબીના દિલેક, ઋત્વિક ધનજાની, અવિનાશ મિશ્રા, હર્ષ ગુજરાલ, ફરહાના ભટ્ટ , ઓરી અને રુહાનિકા ધવન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. રોહિત શેટ્ટીએ ‘ખતરોં કે ખિલાડી 15’ (Khatron Ke Khiladi 15)ના ગ્રાન્ડ ફિનાલેમાં નવા ચેલેન્જીસ સાથે દર્શકોનું મનોરંજન કરવાનો વાયદો કર્યો છે


આ પણ વાંચો: ‘ખતરો કે ખિલાડી 14’ના ગ્રાન્ડ ફિનાલે પહેલા જ વિનરનું નામ થયું લીક

 આ પણ વાંચો: ખતરો કે ખિલાડી સેટ પર રોહિત રોય બાદ હવે અરિજિત તનેજા ઘાયલ, ફોટો કર્યો શેર

આ પણ વાંચો: ખતરો કે ખિલાડીમાં આ ટીવી એક્ટ્રેસ લેશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, સ્પર્ધકોની વધશે મુશ્કેલીઓ