Khatro Ke Khiladi/ ખતરો કે ખિલાડી સેટ પર રોહિત રોય બાદ હવે અરિજિત તનેજા ઘાયલ, ફોટો કર્યો શેર

‘ખતરો કે ખિલાડી સીઝન 13’ના શૂટિંગ દરમિયાન કન્ટેસ્ટન્ટ ઘાયલ થઈ રહ્યા છે. આ પહેલા રોહિત રોય ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ મળતા અહેવાલો મુજબ તે મુંબઈ પરત ફર્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે વધુ એક કન્ટેસ્ટન્ટ ઘાયલ થયો છે. તેને સોશિયલ મીડિયા પર ફેન્સને અપડેટ આપી છે.

Entertainment
ખતરો કે ખિલાડી

હાલમાં સાઉથ આફ્રિકામાં સ્ટંટ બેજ્ડ શો ‘ખતરો કે ખિલાડી’ની 13મી સીઝનનું શૂટિંગ ચાલી રહ્યું છે.  હોસ્ટ રોહિત શેટ્ટીની દેખરેખ હેઠળ, કન્ટેસ્ટન્ટ એક પછી એક ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. આ શો ત્યારથી જ ચર્ચામાં છે અને હવે તાજેતરના અહેવાલો આવી રહ્યા છે કે કન્ટેસ્ટન્ટ અરિજિત તનેજા સ્ટંટ કરતી વખતે ઘાયલ થયો છે. તેને સોશિયલ મીડિયા પર આ અંગેની અપડેટ પણ આપી છે. આ પહેલા એક્ટર રોહિત રોય પણ ઘાયલ થયો હતો, જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મુંબઈ પરત આવ્યો છે અને શોને અલવિદા કહી દીધું છે.

ટીવી શો ‘ખતરો કે ખિલાડી’ ખૂબ જ લોકપ્રિય છે. તેની 13મી સીઝનના લગભગ તમામ કન્ટેસ્ટન્ટ સોશિયલ મીડિયા પર એક્ટીવ છે અને ચાહકોને શૂટ સંબંધિત અપડેટ્સ પણ આપતા રહે છે. ફેમસ ટીવી એક્ટર અરિજિત તનેજાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેની આંગળીઓમાં ઈજા થઈ છે. શોમાં સ્ટંટ કરતી વખતે આ ઈજા થઇ હતી.

અરિજિતે કહ્યું- ડાઘ સારા છે

Arjit Taneja injured

અરિજિત તનેજાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેની ત્વચા છોલાઈ ગઈ છે અને આંગળીઓ પર ફોલ્લા પડી ગયા છે. જો કે, આનાથી તેનો આત્મવિશ્વાસ ડગમગ્યો નથી, અને તેને લખ્યું કે, ‘દાગ અચ્છે હૈ’.

અરિજિત તનેજા એક પ્રખ્યાત ટીવી અભિનેતા છે.

અરિજિત તનેજા ટીવી ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તેની મજબૂત ફેન ફોલોઈંગ પણ છે. તેને સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં પુરબનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. તેને ‘કલીરે’ અને ‘બહુ બેગમ’ શોમાં પણ કામ કર્યું છે.

અબ્દુ રોગિકે ઈશારો આપી હિંટ !

અરિજિત સિવાય ડેઝી શાહ, શિવ ઠાકરે, શીઝાન ખાન, અંજલિ આનંદ, ઐશ્વર્યા શર્મા, અંજુમ ફકીહ, અર્ચના ગૌતમ જેવા સ્ટાર્સ KKK13માં સ્ટંટ કરતા જોવા મળશે. તાજેતરમાં, ‘બિગ બોસ 16’ ફેમ અબ્દુ રોજિકે પણ સોશિયલ મીડિયા પર હિંટ આપી હતી કે તે શોમાં જઈ રહ્યો છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ શોમાં ગેસ્ટ તરીકે જશે.

આ પણ વાંચો :   Bollywood/મલાઈકા અરોરા થઈ પ્રેગ્નન્ટ, અર્જુન કપૂરે કહ્યું આખું સત્ય!

આ પણ વાંચો :   Good News!/અંબાણી પરિવારમાં ફરી ગુંજી કિલકારીઓ, શ્લોકા અને આકાશ બીજી વખત બન્યા માતા-પિતા

આ પણ વાંચો : entertaimnent/આ સેલીબ્રીટી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે લે છે કરોડો રૂપિયાનો ચાર્જ