Dharm & Bhakti: પિતૃઓના આશિષ મેળવવા માટે અને એમને પ્રસન્ન કરવા માટે પિતૃપક્ષનો, સોળ શ્રાદ્ધ (Pitru Paksh 2026)નો સમય ઉત્તમ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાનુસાર, પિતૃ પક્ષમાં પૂર્વજો પૃથ્વીલોક પર આવે છે અને પોતાના વંશજો પર આશીર્વાદ વરસાવે છે. પિતૃ પક્ષમાં પિતૃઓનું પૂજન કરવા ઉપરાંત, શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ (Shraddh, Pind Daan, Tarpan) પણ કરવામાં આવે છે. આમ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે અને એમને પ્રસન્નતા મળે છે.
પિતૃનું શ્રાદ્ધ કરવાનું મહત્વ (Pitru Shraddh 2026 Importance)
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ (Pitru Paksh 2026)ના 16 દિવસોનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજો (Ancestors)ને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ (Shraddh) અને દાન-પુણ્ય કરીએ છીએ. માન્યતા છે કે પિતૃપક્ષ (Pitru Paksh 2026) દરમિયાન સાચા મનથી કરવામાં આવેલી પૂજા માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારને લાભ આપે છે. પિતૃઓના આશીર્વાદ (Blessings)થી જ ઘરમાં સુખ-શાંતિ અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.

હિન્દુ ધર્મમાં પૂર્વજો અર્થાત્ પિતૃઓનું સ્થાન અત્યંત પૂજનીય માનવામાં આવે છે. સનાતન પરંપરામાં ‘શ્રાદ્ધ મહાલય’ એટલે કે પિતૃપક્ષ (Pitru Paksh 2026) પોત-પોતાના દિવંગત પિતૃઓ પ્રતિ સન્માન, કૃતજ્ઞતા અને શ્રદ્ધા પ્રગટ કરવાનો એક ખાસ અવસર છે. એવી માન્યતા છે કે, આ 15-16 દિવસ દરમિયાન આપણા પિતૃઓ સૂક્ષ્મ સ્વરુપે ધરતી પર આવે છે અને પોતાના કુટુંબીજનો દ્વારા કરવામાં આવેલા તર્પણ તથા દાન-પુણ્યથી તૃપ્ત થઈને સુખ-સમૃદ્ધિ અને શાંતિના આશિષ આપે છે.
આ વર્ષે 27 સપ્ટેમ્બર 2026 થી પિતૃપક્ષનો પ્રારંભ થયો છે જે 10 ઓક્ટૉબર 2026 સુધી રહેશે. આ વર્ષે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પિતૃ પક્ષનો આ સમય આ 5 રાશિઓ (Zodiac Signs) માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ 5 રાશિના જાતકોને આર્થિક લાભ પ્રાપ્ત થવા ઉપરાંત, કેરિયર અને બિઝનેસમાં પણ અપાર સફળતા મળશે. તો ચાલો જાણીએ કે આ 5 લકી રાશિઓ કઈ-કઈ છે?
પિતૃપક્ષ (Pitru Paksh 2026) દરમિયાન 5 લકી રાશિઓને લાભ
આ 5 રાશિના જાતકોને આર્થિક લાભ પ્રાપ્ત થવા ઉપરાંત, કેરિયર અને બિઝનેસમાં પણ અપાર સફળતા મળશે.

વૃષભ રાશિ
આ રાશિ પર પિતૃઓની વિશેષ કૃપા રહેશે. આ જાતકોના તમામ કાર્યો વિના કોઈ વિઘ્ને પૂર્ણ થશે. પિતૃ પક્ષના હિસાબે કેરિયરનો સમય પણ ઉત્તમ રહેશે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકશે. વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કામની પ્રશંસા પણ પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના વેપારીઓને પણ લાભ (Financial Benefit) મળવાની સંભાવના છે.
મિથુન રાશિ
પિતૃ પક્ષ દરમિયાન, મિથુન રાશિના જાતકોને કેરિયરમાં નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો નવી નોકરીની શોધમાં હતી એમને કોઈ મોટી જૉબની ઑફર મળી શકે છે. બિઝનેસ કરનારી વ્યક્તિઓને કોઈ નવી ડીલ મળી શકે છે. આવકમાં પણ વૃદ્ધિ થવાના યાગ છે. તમારી આર્થિક સ્થિતિ અગાઉથી પણ વધુ મજબૂત બનશે.
કર્ક રાશિ
પૂર્વજોના આશીર્વાદથી તમારા તમામ બગડેલા કાર્યો બનશે. પ્રગતિના નવા રસ્તા ખૂલી શકે છે. લાંબા સમયથી અટકેલા નાણા પરત મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના પ્રબળ યોગ છે. વેપારનો ફેલાવો કરી શકો છો અને કોઈ સોદાથી જબરદસ્ત નફો મળઈ શકે છે.
તુલા રાશિ
કેરિયર માટે આ પિતૃ પક્ષનો સમય અતિ ઉત્તમ રહેશે. નવી નોકરીની ઑફર મળી શકે છે. વિદેશ જવાનો અવસર મળી શકે છે. પિતૃઓના આશીર્વાદથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે. નાણાકીય તંગી દૂર થશે જેથી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.
મકર રાશિ
ધંધા-વ્યવસાય કરનારા જાતકો માટે આ પિતૃ પક્ષનો સમય ઘણો જ ઉત્તમ રહેશે. કોઈ નવો સોદો અથવા તો પ્રોજેક્ટ પ્રાપ્ત થઈ શકે છે જેમાં ભવિષ્યમાં જબરદસ્ત નફો મળી શકે છે. અચાનક ધનલાભ થઇ શકે છે. અટકેલા નાણા પરત મળી શકે છે. નોકરિયાત લોકોને કોઈ નવી જવાબદારી સોંપાઈ શકે છે અને મહેનતનું ઉત્તમ ફળ પણ પ્રાપ્ત થઇ શકે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: પિતૃ પક્ષનો પ્રથમ દિવસ ક્યારે છે? મૂંઝવણ કરો દૂર…પ્રતિપદા શ્રાદ્ધની સાચી તિથિ અને તર્પણનો સમય જાણો..!
આ પણ વાંચો:
આ પણ વાંચો: આ 5 ઋણ મુશ્કેલીઓને આપશે આમંત્રણ…સુખ-શાંતિ માટે આ ઋણ અવશ્ય ઉતારવા..!
