Food Recipe/ શ્રાદ્ધમાં ડુંગળી-લસણ વિના સ્વાદથી ભરપૂર આલુ-મટર બનાવો…કૂકરમાં ફટાફટ તૈયાર થશે!

શ્રાદ્ધ માટેની થાળીના ભાગરુપે ડુંગળી-લસણ વિનાનું સ્વાદિષ્ટ શાક બનાવવા ઈચ્છતા હો તો આ આલુ-મટરની રેસિપી (Aloo-Mutter Recipe) ટ્રાય કરી શકો છો…

Trending Food Lifestyle
Aloo-Mutter...એ પણ ડુંગળી-લસણ વિના....શ્રાદ્ધ સ્પેશ્યલ રેસિપી! 30 મિનિટમાં કૂકરમાં રેડી થઈ જશે!

Food Recipe: તમે પણ શ્રાદ્ધ માટેની થાળીના ભાગરુપે ડુંગળી-લસણ વિનાનું સ્વાદિષ્ટ શાક બનાવવા ઈચ્છતા હો તો આ આલુ-મટરની રેસિપી (Aloo-Mutter Recipe without Onion & Garlic) ટ્રાય કરી શકો છો.

પિતૃ પક્ષમાં ઘરે શ્રાદ્ધ (Shraddh) દરમિયાન, સાત્વિક ભોજન બનાવવામાં આવે છે. આ દરમિયાન, કેટલાય ઘરમાં ડુંગળી-લસણનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ સંજોગોમાં શ્રાદ્ધ માટે બનાવવામાં આવતા શાકને સ્વાદિષ્ટ અને ખાસ બનાવવાનું થોડું કઠિન લાગે છે. પરંતુ, તમે પણ શ્રાદ્ધ માટેની થાળીના ભાગરુપે ડુંગળી-લસણ વિનાનું સ્વાદિષ્ટ શાક બનાવવા ઈચ્છતા હો તો આ આલુ-મટરની રેસિપી (Aloo-Mutter Recipe) ટ્રાય કરી શકો છો. એ સ્વાદિષ્ટ બને છે અને એને બનાવવામાં વાર પણ નથી લાગતી!

આ શાકમાં ડુંગળી-લસણના સ્થાને આદુ, લીલા મરચાં, આખા ધાણા, વરિયાળી અને ખડા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. એને કૂકરમાં બનાવવામાં આવે છે જેથી આલુ-મટર ઝડપથી ગળી પણ જાય છે અને મસાલાનો સ્વાદ પણ એમાં સમાઈ જાય છે. પૂરી અથવા તો કચોરીની સાથે આ ગરમાગરમ આલુ-મટરનું શાક શ્રાદ્ધના ભોજન (Shraddh Recipe) માટે એક ઉત્તમ ઑપ્શન બની શકે છે. તો ચાલો જાણીએ કે શી રીતે બનાવીશું આ શ્રાદ્ધ માટેની સ્પેશ્યલ વાનગી આલુ-મટર…

શી રીતે બનાવશો આલુ-મટર સબ્જી? (Aloo-Mutter Recipe without Onion & Garlic)

શ્રાદ્ધ માટેનું સ્પેશ્યલ શાક આલુ-મટર (Aloo-Mutter Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Aloo-Mutter recipe Ingredients
Aloo-Mutter recipe Ingredients

સામગ્રી

4 મધ્યમ કદના બટાટા

1 કપ વટાણા

3 ટમેટા

2-3 ચમચી તેલ

અડધી ચમચી રાઈ

અડધી ચમચી જીરું

1 તમાલ પત્ર

1 ટુકડો તજ

2 લવિંગ

3 ઈલાયચી

અડધી ચમચી હીંગ

1 ચમચી આખા ધાણા

1 ચમચી વરિયાળી

અડધી ચમચી કાળા મરી

1 ઈંચ આદુ

2-3 લીલા મરચાં

અડધી ચમચી હળદર

1 ચમચી ધાણા પાવડર

અડધી ચમચી જીરાનો પાવડર

1 સૂકું લાલ મરચું

2 ચમચી કશ્મીરી મરચું

પા ચમચી સંચળ

અડધી ચમચી ગરમ મસાલો

1 નાની ચમચી કસૂરી મેથી

1 નાની ચમચી ચાટ મસાલો

ઝીણી સમારેલી કોથમીર

આવશ્યકતા અનુસાર ગરમ પાણી

આલુ-મટર બનાવવાની વિધિ
આલુ-મટર બનાવવાની વિધિ

બનાવવાની વિધિ

1. બટાટા (Potatoes)ને છોલીને મોટા ટુકડાઓમાં સમારી લેવા અને પાણીમાં રાખવા જેથી એમનો રંગ કાળો ન પડી જાય.

2. હવે મિક્સરના જારમાં આખા ધાણા, વરિયાળી, કાળા મરી અને 1-2 લીલા મરચા ઉમેરીને પાણી વિના જ અધકચરા વાટી લો. આ જ મસાલો આ શાકનો સ્વાદ વધારશે.

3. કૂકરમાં તેલ ગરમ કરો. એમાં રાઇ નાખો અને એ તતડે એટલે એમાં જીરુ, તમાલપત્ર, તજ, લવિંગ અને ઈલાયચી ઉમેરો. આ ખડા મસાલાને ધીમા તાપે શેકો જેથી એની સુગંધ તેલમાં ભળી જાય.

4. હવે એમાં હીંગ ઉમેરો અને તૈયાર કરેલો અધકચરો મસાલો ઉમેરી દો. એને ધીમા તાપે 30-40 સેકન્ડ સુધી શેકો.

5. એમાં હળદર, ધાણાજીરું અને કશ્મીરી લાલ મરચું ઉમેરો. થોડું પાણી ઉમેરીને મસાલાને સારી રીતે શેકી લો. એમાંથી તેલ છૂટું પડતું જણાય એટલે એમાં 1 સૂકું લાલ મરચું ઉમેરી દો.

6. 3 ટમેટાને છીણીને એમાં ઉમેરો. જો તમે મિક્સરમાં પીસેલા ટમેટા ઉમેરવા માગતા હો તો એની બારીક પેસ્ટ ન બનાવવી. હવે સ્વાદાનુસાર મીઠું અને સંચળ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

7. ટમેટાને ફાસ્ટ ગૅસ પર શેકો અને એનું પાણી પૂર્ણ રીતે સુકાઈ જાય અને મસાલા તેલ છોડવા લાગે ત્યાં સુધી હલાવતા રહીને શેકાવા દો.

8. હવે આ મસાલામાં સમારેલા બટાટા અને મટર મસાલા ઉમેરો. તમે ઈચ્છો તો એમાં 1-2 આખા લીલા મરચાં પણ ઉમેરી શકો છો. વટાણા (Green Peas) ઉમેરીને 2 મિનિટ સુધી મધ્યમ તાપે શેકો.

9. આવશ્યકતા અનુસાર ગરમ પાણી ઉમેરીને એક ઉભરો આવે એટલે કૂકર બંધ કરીને 2-3 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

10. પ્રેશર નીકળી જાય પછી કૂકરનું ઢાંકણું ખોલીને એમાં ગરમ મસાલો, કસૂરી મેથી, ચાટ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. 5 મિનિટ ધીમા તાપે રહેવા દો.

તો તૈયાર છે તમારું ડુંગળી-લસણ વિનાનું આલુ મટરનું સ્વાદિષ્ટ શાક (Aloo-Mutter)….જેને તમે પિતૃપક્ષમાં ઉપરાંત અન્ય દિવસોમાં પણ બનાવી શકો છો અને પૂરી કે કચોરી સાથે માણી શકો છો. ડુંગળી-લસણ વિનાની આ રેસિપી તમને અવશ્ય ભાવશે એની ગેરેંટી છે અને આ શાક તમે શ્રાદ્ધના થાળમાં પણ ધરાવી શકો છો.


આ પણ વાંચો: મગની દાળ, ચોખા અને મગફળીને પલાળીને બનાવો હરિયાળી પનીર ચીલા…બ્રેકફાસ્ટ માટે હૅલ્ધી ઑપ્શન..!

આ પણ વાંચો: નાસ્તામાં દલિયાથી બનાવો ક્રિસ્પી હાઈ-પ્રોટીન નગેટ્સ…મળશે ભરપૂર સ્વાદ…સરળ રેસિપી..!

આ પણ વાંચો: રામપુરનો પ્રખ્યાત ‘હબસી હલવો’…તૈયાર કરતા કલાકો અને દિવસો લાગે છે! ઘરે સરળ રીતે બનાવો…