Ludhiana News: પંજાબના લુધિયાણા (Ludhiana News)માં એક મહિલાએ પોતાના દીકરા સાથે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. મહિલા અને તેનો દીકરો હાથમાં ડબ્બો અને ગળામાં પોસ્ટર લઈને રસ્તા પર ભીખ માગતા જોવા મળ્યાં હતાં. પોસ્ટર પર લખ્યું હતું, ‘અમને ભીખ આપો, પોલીસને લાંચ આપવાની છે.’ મહિલાએ પંજાબ પોલીસ પર ગંભીર આક્ષેપો કરીને ન્યાયની માંગ કરી છે.
Ludhiana Woman Protest: મકાનના વિવાદને લઈને મહિલાના આરોપ
મહિલાના જણાવ્યા અનુસાર, તેના પતિના મૃત્યુ બાદ તેના સસરાએ મકાનની વસિયત પૌત્ર એટલે કે મહિલાના દીકરાના નામે કરી હતી. જોકે, સસરાના મૃત્યુ બાદ કેટલાક સંબંધીઓએ કથિત રીતે દસ્તાવેજોમાં ફેરફાર કરીને મકાન અન્ય વ્યક્તિને વેચી દીધું હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે.
મહિલાનું કહેવું છે કે જ્યારે તેણે આ મામલે વિરોધ કર્યો ત્યારે તેના દીકરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસ પર ખર્ચા-પાણી માગવાનો આરોપ
મહિલાના આરોપ મુજબ, ફરિયાદ કર્યાને લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં સંબંધિત લોકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. મહિલાએ પોલીસ પર ખર્ચા-પાણી માગવાનો પણ આરોપ (Police Bribery Allegation) મૂક્યો છે. જોકે, આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ
પોતાનો વિરોધ નોંધાવવા માટે માતા-દીકરાએ રસ્તા પર ભીખ માગીને પોલીસનું ધ્યાન દોરવા (Woman Seeks Justice)નો પ્રયાસ કર્યો હતો. મહિલાએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ, મકાન પર પોતાનો હક અપાવવા અને તેના દીકરા પર હુમલો કરવાના આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અહેવાલ મુજબ, આ મામલે પોલીસ અધિકારીઓ (Police Complaint Punjab)એ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. હવે આ વિવાદમાં આગળ શું કાર્યવાહી થાય છે અને મહિલાના આક્ષેપોની તપાસ કેવી રીતે થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: વડોદરાના શિનોર તાલુકા પંચાયતમાં 25 હજારની લાંચ લેતા મહિલા એન્જિનિયરના મિત્રની ધરપકડ
આ પણ વાંચો: દાહોદમાં તબીબી અધિક્ષક લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો: ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ-ઉપસરપંચ સસ્પેન્ડ, ₹3 લાખની લાંચ કેસમાં DDOની કાર્યવાહી
