Dahod News : દાહોદ (Dahod) જિલ્લાના દેવગઢબારીયા (Devgadh Baria)માં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટ્રેપમાં સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષક (Medical Superintendent)₹40 હજારની લાંચ (Bribe)લેતા ઝડપાયા છે. આરોપી ડૉ. રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણ સામે લાંચ માગવા અને સ્વીકારવાનો ગુનો નોંધાયો છે.
8 વિદ્યાર્થીઓ પાસેથી લાંચની માંગ
મળતી માહિતી મુજબ, જે.એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલ, દેવગઢબારીયા ખાતે District Residency Program (DRP) હેઠળ ફરિયાદી સહિત કુલ 8 સહવિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી હતી. આરોપી તબીબી અધિક્ષકે વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન હેરાન નહીં કરવા માટે એક વિદ્યાર્થી દીઠ ₹5 હજારની માંગણી કરી હતી.
કુલ ₹40 હજારની લાંચ માગી
આ રીતે 8 વિદ્યાર્થીઓ પાસેથી કુલ ₹40 હજારની લાંચ (Bribe)માગવામાં આવી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્ટાફ ક્વાર્ટરમાં ટ્રેપ
5 ઓક્ટોબર 2026ના રોજ દેવગઢબારીયા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા સરકારી ડૉક્ટર સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી ડૉ. રહીમભાઈ મેમણે ફરિયાદી પાસેથી ₹40 હજારની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેમને ઝડપી લીધા હતા.
₹40 હજારની લાંચની રકમ રિકવર
ACBની કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી લાંચ (Bribe)ના સંપૂર્ણ ₹40 હજાર રિકવર કરવામાં આવ્યા હતા. ટ્રેપમાં લાંચની માંગણી, સ્વીકાર અને રિકવર કરાયેલી રકમ ત્રણેય ₹40 હજાર છે. સમગ્ર કાર્યવાહી ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. લાસનની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.
આ કેસમાં આરોપી ડૉ. રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણની ઉંમર 59 વર્ષ છે અને તેઓ વર્ગ-1 તબીબી અધિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું ACBની વિગતોમાં જણાવાયું છે. મામલે ACB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
