Panchmahal News : હાલોલ GIDCમાં બબાલની વચ્ચે GPCB અને નગરપાલિકાએ તપાસ હાથ ધરી હતી. જેમાં 50 હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં 20થી 120 માઇક્રોનની બેગનો સિમ્બોલ લગાવીને માલ બહાર મોકલવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. તપાસ અધિકારીઓએ ઓછી માઇક્રોનની બેગ ભરેલી ટ્રક કબજે કરી હતી.વધુ તપાસમાં 20 માઇક્રોનની બેગ બનાવતી ફેકટરી પણ મળી આવી હતી. જેને પગલે હવે હાલોલની આસપાસ ચાલતી ફેકટરીમાં તપાસ ચાલુ રહેશે.
પ્લાસ્ટીકનો જથ્થો રાજસ્થાન, તમિલનાડુ સહિત રાજ્યોમાં જતો હોવાનું પણ ચપાસમાં ખુલ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસરે બે દિવસથી આ અંગે બાતમી મળી હતી. તે સિવાય પ્લાસ્ટીકનો જથ્થો ક્યાંથી આવતો હતો તેની રેકી કરાતી હતી.
આ અંગે તપાસ ચાલી રહી હતી ત્યારે 500 લોકોના ટોળાએ પોલીસને ઘેરી હતી. એટલું જ નહી પોલીસકર્મીઓને ધક્કે ચડાવવાનો પણ લોકોએ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો:ભુજમા 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી 18 વર્ષની યુવતી
આ પણ વાંચો:મુંબઈથી ભુજ આવતી ફ્લાઈટ રદ કરાતા મુસાફરો હેરાન
આ પણ વાંચો:ભુજના મોખાણા ગામનો કિશોર મોબાઇલ ગેમમાં હારી જતાં અંતિમ પગલું ભર્યું
