Jamnagar News/ જામનગરમાં 8 વર્ષની બાળકીની હત્યા કેસમાં મૃત્યુદંડ, 35 દિવસમાં ચાર્જશીટ

કોર્ટે આરોપી નીતિન ડોસાજી માણેક (Nitin Manek)ને હત્યાના ગુનામાં મૃત્યુદંડ (Death Penalty)ની સજા ફટકારી હતી

Top Stories Gujarat Others Breaking News
જામનગરમાં 8 વર્ષની માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં પોક્સો (Jamnagar POCSO Case)કોર્ટે આરોપી નીતિન ડોસાજી માણેક (Nitin Manek)ને મૃત્યુદંડની (Death Penalty)સજા ફટકારી છે

Jamnagar News : જામનગરમાં 8 વર્ષની માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં પોક્સો (Jamnagar POCSO Case)કોર્ટે આરોપી નીતિન ડોસાજી માણેક (Nitin Manek)ને મૃત્યુદંડની (Death Penalty)સજા ફટકારી છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ ગણ્યો હતો. પોલીસ દ્વારા ઘટનાના માત્ર 35 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસમાં 23 સાહેદો અને આશરે 95 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

સિક્કામાં માસૂમ બાળકી સાથે ક્રૂરતા

વર્ષ 2025માં જામનગર જિલ્લાના સિક્કા વિસ્તારમાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. કેસની વિગતો મુજબ, 8 વર્ષની બાળકી પર આશરે એક મહિના સુધી શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. બાળકીના શરીર પર દિવાસળીથી ડામ આપવામાં આવ્યા હતા અને લોખંડના દસ્તા તથા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેને દીવાલ સાથે ભટકાડીને તેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી.

35 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી

શરૂઆતમાં આ ગુનો અનડિટેક્ટ હતો. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન સિક્કાના રહેવાસી નીતિન ડોસાજી માણેકની સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ દરમિયાન વૈજ્ઞાનિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. તપાસ પૂર્ણ કરીને ઘટનાના માત્ર 35 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ (35 Days Chargesheet)રજૂ કરવામાં આવી હતી. ઝડપી તપાસને કારણે કેસની ન્યાયિક પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ હતી.

23 સાહેદો અને 95 પુરાવાઓની રજૂઆત

કોર્ટની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ દ્વારા કુલ 23 સાહેદોની જુબાની અને આશરે 95 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની ગંભીરતા અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને પોક્સો કોર્ટે તેને ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ શ્રેણીમાં ગણ્યો હતો.

કોર્ટે આરોપી નીતિન ડોસાજી માણેક (Nitin Manek)ને હત્યાના ગુનામાં મૃત્યુદંડ (Death Penalty)ની સજા ફટકારી હતી. આ ઉપરાંત, પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ અને ₹50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

હર્ષ સંઘવીએ પોલીસ ટીમને બિરદાવી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકી અને તેના પરિવારને ટૂંકા ગાળામાં ન્યાય અપાવવામાં પોલીસ તથા સરકારી વકીલોની કામગીરીને બિરદાવી હતી. તેમણે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

બાળકો અને મહિલાઓ સામેના ગંભીર ગુનાઓમાં ઝડપી તપાસ અને મજબૂત પુરાવાઓનું મહત્વ આ કેસમાં ફરી એકવાર સામે આવ્યું છે.


આ પણ વાંચો: જિંદગીની ભયંકર સફર: ગોલી કોહકાનના 12 વર્ષની ઉંમરે લગ્ન, 13માં બાળક, હવે કાનૂની કાર્યવાહી અને મૃત્યુદંડની સજા

આ પણ વાંચો: ભારત સરકારના હસ્તક્ષેપથી નિમિષા પ્રિયાને રાહત, મૃત્યુદંડ મુલતવી રાખવામાં આવ્યો

આ પણ વાંચો: રેપ કેસના મુખ્ય આરોપી મનોજીત મિશ્રાએ આરજી કર બળાત્કાર કેસમાં દોષિતોને મૃત્યુદંડની માંગ કરી હતી