india news/ યુએનમાં ભારતે પાકિસ્તાનને લીધું આડેહાથ; મહિમા કુમારી મેવાડે કહ્યું, “જેનો ઇતિહાસ કાળો છે તે ઉપદેશ ના આપે”

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાન (Pakistan)ને આડેહાથ લેતા કહ્યું કે જેનો ઇતિહાસ કાળો છે તે બીજાને ઉપદેશ ન આપે. કાશ્મીર પર જૂઠાણા ફેલાવવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરાઈ છે.

Top Stories India
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે કરવામાં આવેલા ખોટા દાવાઓનો ભારતે અત્યંત આક્રમક અને કડક શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. યુએન મહાસભાની ચોથી સમિતિમાં 'વસાહતવાદની સમાપ્તિ' (Decolonization) પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાની પ્રતિનિધિએ જમ્મુ-કાશ્મીર અંગે ફરી એકવાર ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપ્યા હતા. આ હાસ્યાસ્પદ અને પાયાવિહોણા આક્ષેપો સામે ભારતે તેના 'જવાબ આપવાના અધિકાર' (Right of Reply) નો ઉપયોગ કરીને પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું જેનો પોતાનો ઇતિહાસ લશ્કરી સરમુખત્યારશાહી અને આતંકવાદથી ખરડાયેલો છે, તેણે વૈશ્વિક મંચ પર અન્ય દેશોને ઉપદેશ આપવાનું ટાળવું જોઈએ. "પાકિસ્તાનનો લોકશાહી વિરોધી અને આતંકવાદી ઇતિહાસ જગજાહેર" સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પક્ષ રાખતા સાંસદ મહિમા કુમારી મેવાડે પાકિસ્તાનને આડેહાથ લેતા જણાવ્યું હતું કે પાકિસ્તાનનો લશ્કરી સરમુખત્યારશાહી, ધાંધલીવાળી ચૂંટણીઓ, લોકપ્રિય અને ચૂંટાયેલા જનેતાઓની અલોકતાંત્રિક ધરપકડ, ધાર્મિક કટ્ટરવાદ તેમજ રાજ્યની મુખ્ય નીતિ તરીકે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો લાંબો અને કાળો ઇતિહાસ રહ્યો છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અત્યંત નિરાશાજનક બાબત છે કે પાકિસ્તાન ભારતના આંતરિક અને અભિન્ન અંગ એવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર વિશે સતત જૂઠાણાં ફેલાવવા માટે આ વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે. ભારતે મક્કમતાપૂર્વક પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન હિસ્સો છે અને હંમેશા રહેશે. પાકિસ્તાની કબજા હેઠળના ક્ષેત્રોમાં અત્યાચાર અને બળવો ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનની ગેરકાયદેસર શાસન વ્યવસ્થા અને માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનોનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પ્રદેશોની જનતા પાકિસ્તાની સેનાના દમન, અત્યાચાર, ક્રૂરતા અને કુદરતી સંસાધનોના આડેધડ ગેરકાયદે શોષણથી ત્રાસી ગઈ છે. આ વિસ્તારોમાં હવે સ્થાનિક પ્રજા પાકિસ્તાની સેનાના શાસન સામે ખુલ્લેઆમ વિરોધ અને બળવો કરી રહી છે.

India News:સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર પાકિસ્તાન (Pakistan) દ્વારા કાશ્મીર મુદ્દે કરવામાં આવેલા ખોટા દાવાઓનો ભારતે અત્યંત આક્રમક અને કડક શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. યુએન મહાસભાની ચોથી સમિતિમાં ‘વસાહતવાદની સમાપ્તિ’ (Decolonization) પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાની પ્રતિનિધિએ જમ્મુ-કાશ્મીર અંગે ફરી એકવાર ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપ્યા હતા.

આ હાસ્યાસ્પદ અને પાયાવિહોણા આક્ષેપો સામે ભારતે તેના ‘જવાબ આપવાના અધિકાર’ (Right of Reply) નો ઉપયોગ કરીને પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું જેનો પોતાનો ઇતિહાસ લશ્કરી સરમુખત્યારશાહી અને આતંકવાદથી ખરડાયેલો છે, તેણે વૈશ્વિક મંચ પર અન્ય દેશોને ઉપદેશ આપવાનું ટાળવું જોઈએ.

MSMSTS DIDI

“Pakistan નો લોકશાહી વિરોધી અને આતંકવાદી ઇતિહાસ જગજાહેર”

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પક્ષ રાખતા સાંસદ મહિમા કુમારી મેવાડે પાકિસ્તાનને આડેહાથ લેતા જણાવ્યું હતું કે પાકિસ્તાનનો લશ્કરી સરમુખત્યારશાહી, ધાંધલીવાળી ચૂંટણીઓ, લોકપ્રિય અને ચૂંટાયેલા જનેતાઓની અલોકતાંત્રિક ધરપકડ, ધાર્મિક કટ્ટરવાદ તેમજ રાજ્યની મુખ્ય નીતિ તરીકે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો લાંબો અને કાળો ઇતિહાસ રહ્યો છે.

તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અત્યંત નિરાશાજનક બાબત છે કે પાકિસ્તાન ભારતના આંતરિક અને અભિન્ન અંગ એવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)વિશે સતત જૂઠાણાં ફેલાવવા માટે આ વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે. ભારતે મક્કમતાપૂર્વક પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન હિસ્સો છે અને હંમેશા રહેશે.

પાકિસ્તાની કબજા હેઠળના ક્ષેત્રોમાં અત્યાચાર અને બળવો

ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનની ગેરકાયદેસર શાસન વ્યવસ્થા અને માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનોનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પ્રદેશોની જનતા પાકિસ્તાની સેનાના દમન, અત્યાચાર, ક્રૂરતા અને કુદરતી સંસાધનોના આડેધડ ગેરકાયદે શોષણથી ત્રાસી ગઈ છે. આ વિસ્તારોમાં હવે સ્થાનિક પ્રજા પાકિસ્તાની સેનાના શાસન સામે ખુલ્લેઆમ વિરોધ અને બળવો કરી રહી છે.


આ પણ વાંચો:કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપનાર તુર્કીને ભારતે ફટકો આપ્યો, તમામ ઘમંડ દૂર કર્યા

આ પણ વાંચો:UNમાં ભારતે ફરી પાકિસ્તાન અને તુર્કીની કરી ધુલાઈ, કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ

આ પણ વાંચો:મલેશિયાના પૂર્વ વડાપ્રધાને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું