india news/ દિલ્હીમાં સુરક્ષાને પગલે 6 મેટ્રો સ્ટેશનના પ્રવેશ-નિકાસ દ્વાર બંધ, ઇન્ટરચેન્જ ચાલુ

દિલ્હી (Jantar Mantar)માં વિપક્ષની સુપ્રીમ કોર્ટ સુધીની કૂચ અને સુરક્ષા વ્યવસ્થાને કારણે રાજીવ ચોક સહિત 6 મેટ્રો સ્ટેશનના પ્રવેશ-નિકાસ દ્વાર સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે ઇન્ટરચેન્જ ચાલુ રહેશે.

Top Stories India
Delhi મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર

દિલ્હી (Delhi)માં આજે મેટ્રો દ્વારા મુસાફરી કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સુરક્ષાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો (Delhi Metro)ના છ મહત્વપૂર્ણ સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાના દ્વાર સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ સ્ટેશનો પર મેટ્રો બદલવાની એટલે કે ઇન્ટરચેન્જની સુવિધા ચાલુ રહેશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધનના નેતાઓ સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાના છે. બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ પણ પોતાની માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન માટે સક્રિય થવાના છે.

DMRCએ આપી મહત્વપૂર્ણ માહિતી

દિલ્હી મેટ્રો (Delhi Metro)રેલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી રાજીવ ચોક સહિત છ મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દ્વાર બંધ રાખવામાં આવ્યા છે. આ નિર્ણય સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.બંધ રાખવામાં આવેલા સ્ટેશનોમાં પટેલ ચોક, જનપથ, રાજીવ ચોક, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટરિયેટ અને બારાખંભા રોડનો સમાવેશ થાય છે. આ સ્ટેશનો પર મુસાફરોને પ્રવેશવા અથવા બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મુસાફરો એક મેટ્રો લાઇનમાંથી બીજી લાઇનમાં જવા માટે ઇન્ટરચેન્જની સુવિધાનો ઉપયોગ કરી શકશે.સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિની સતત સમીક્ષા કરશે. ત્યારબાદ પરિસ્થિતિ અનુસાર આગળની માહિતી જાહેર કરવામાં આવશે. DMRCએ મુસાફરોને મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાના માર્ગની તપાસ કરવા અને તે મુજબ આયોજન કરવાની સલાહ આપી છે.પોલીસે જણાવ્યું છે કે નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ કરવામાં આવી છે. આ જોગવાઈ હેઠળ લાગુ કરાયેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને પ્રદર્શન કરવા આવનારાઓ સામે કાર્યવાહી થઈ શકે છે.

ઇન્ડિયા ગઠબંધનની આજે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ

દિલ્હીમાં આજે ઇન્ડિયા ગઠબંધન (INDIA Alliance)ના નેતાઓ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને વિરોધ નોંધાવશે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે દિલ્હીમાં કૂચ કરવા માટેનું આહ્વાન કર્યું છે. અહેવાલ મુજબ, સાંજે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાની યોજના ધરાવે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના મુખ્ય ન્યાયાધીશે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને મુલાકાત માટે સમય આપવાનો ઇનકાર કર્યો છે.બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ પણ આજે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચવાના છે. તેઓ જંતર-મંતર (Jantar Mantar)ખાતે વિરોધ પ્રદર્શન કરવાની નવી તારીખ માટે દિલ્હી પોલીસ પાસે માગણી કરશે.

CJPના નેતાઓની અગાઉ અટકાયત થઈ હતી

કોકરોચ જનતા પાર્ટી દ્વારા 10 ઑક્ટોબરે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારબાદ જંતર-મંતર નજીક મોટી સંખ્યામાં પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા હતા.CJPના નેતાઓ અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. બાદમાં રવિવારે તેમને કેટલીક શરતો સાથે મુક્ત કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:અંતિમ સંસ્કારમાં જવાની ના પાડી? દીપકે કસ્ટડી વીડિયો પર પોલીસ અને CJP આમને-સામને

આ પણ વાંચો:કંગના રનૌતનો CJP આંદોલન પર પ્રહાર: ‘દેશવિરોધી તત્ત્વો અને આંતરરાષ્ટ્રીય કાવતરાં દેશ માટે મોટો પડકાર’

આ પણ વાંચો: