Vadodara News/ વડોદરામાં ફુડ વિભાગ એક્શનમાં: દશેરા પહેલાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ચેકિંગ, ગંદકી જણાતા નોટિસ ફટાકારાઈ

Vadodara માં નવરાત્રી-દશેરા પહેલાં પાલિકાની ખોરાક શાખાએ મીઠાઈ-ફરસાણની દુકાનોમાં તપાસ કરી નમૂના લીધા

Gujarat Vadodara Breaking News
Vadodara

Vadodara News: નવરાત્રીની ઉજવણી વચ્ચે શહેરમાં મીઠાઈ અને ફરસાણનું વેચાણ વધ્યું છે. આગામી 20 ઓક્ટોબરે દશેરા હોવાથી ફાફડા-જલેબીની દુકાનો પર પણ ભારે ભીડ રહેવાની શક્યતા છે. તહેવારોમાં લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે માટે પાલિકાની ખોરાક શાખા સક્રિય બની છે.

વડોદરાના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાની ટીમોનું ચેકિંગ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation)ની ખોરાક શાખા (Food Safety)ની અલગ-અલગ ટીમો આજે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ માટે ઊતરી હતી. ખંડેરાવ માર્કેટ, સુભાનપુરા, વાઘોડિયા રોડ, અલકાપુરી અને માંજલપુર સહિતના વિસ્તારોમાં આવેલી મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ચકાસણી કરવામાં આવી.

કાચા માલની તપાસ, નમૂના લેવાયા

ટીમોએ ખાદ્ય પદાર્થો બનાવવા માટે વપરાતા કાચા માલની ચકાસણી કરી હતી. ગુણવત્તા ચકાસવા માટે નમૂના પણ લેવામાં આવ્યા છે. કેટલીક દુકાનોમાં ગંદકી જોવા મળતાં સંબંધિત વેપારીઓને નોટિસ આપવાની કાર્યવાહી કરાઈ રહી છે. તહેવારોના દિવસોમાં ખાદ્ય વસ્તુઓની માગ વધતી હોવાથી સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું પાલન થાય છે કે નહીં, તે તપાસવું મહત્ત્વનું બને છે. ખોરાક શાખાના દરોડાને પગલે નિયમોમાં બેદરકારી દાખવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો:FSSAIનું નવું ‘Food Safety Connect’ એપ લોન્ચ, હવે ભેળસેળ અને ગંદા ખોરાકની સીધી કરી શકશો ફરિયાદ

આ પણ વાંચો:Blinkitના સ્ટોરમાં Food & Drug વિભાગની રેડ, ખાદ્ય સામગ્રીની સ્થિતિ જોઈ અધિકારીઓ ચોંક્યા

આ પણ વાંચો:વલસાડ હોસ્ટેલમાં ABVPની તપાસ, સડેલા શાકભાજી મળ્યાનો દાવો