Vadodara News/ દિવાળી-છઠ્ઠ પૂજાએ ઘરે જવું બનશે સરળ! ગુજરાતથી 5 સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત

Diwali Special Trains 2026: દિવાળી અને છઠ્ઠ પૂજાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો જાહેર કરી. ગોરખપુર, મઉ, લાલકુઆં, ચર્લપલ્લી અને કોલકાતા માટે ટ્રેનો દોડશે.

Top Stories Gujarat Vadodara Breaking News
Diwali Special Trains 2026: વડોદરા-પ્રતાપનગરથી 5 સ્પેશિયલ ટ્રેનો દોડશે

Diwali Special Trains: દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન ટ્રેનોમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પાંચ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો (Diwali Special Trains 2026) ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો વડોદરા અને પ્રતાપનગરથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિતનાં સ્થળો માટે (Chhath Puja Special Trains) દોડશે. તમામ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. મુસાફરોને મુસાફરી કરતાં પહેલાં ટ્રેનના સમયપત્રક અને ઉપલબ્ધતાની પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવે છે.

Diwali Special Trains 2026: વડોદરા-ગોરખપુર સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નંબર 09111 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ દર સોમવારે સાંજે 7 વાગ્યે વડોદરાથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:30 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 23 નવેમ્બર, 2026 સુધી ચાલશે.

પરત ફરતી ટ્રેન નંબર 09112 દર બુધવારે સવારે 5 વાગ્યે ગોરખપુરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 8:35 વાગ્યે વડોદરા પહોંચશે. આ સેવા 25 નવેમ્બર, 2026 સુધી રહેશે.

આ ટ્રેન ગોધરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, ટૂંડલા, કાનપુર, ગોંડા અને બસ્તી સહિતનાં સ્ટેશનો પર રોકાશે. તેમાં ફર્સ્ટ AC, AC-2 ટિયર, AC-3 ટિયર, સ્લીપર અને જનરલ કોચની સુવિધા રહેશે.

પ્રતાપનગર-મઉ સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09195 પ્રતાપનગર-મઉ સુપરફાસ્ટ સ્પેશિયલ દર શનિવારે સાંજે 4 વાગ્યે પ્રતાપનગરથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 6 વાગ્યે મઉ પહોંચશે. આ ટ્રેન 28 નવેમ્બર, 2026 સુધી દોડશે.

પરત ફરતી ટ્રેન નંબર 09196 દર રવિવારે રાત્રે 11:25 વાગ્યે મઉથી ઉપડશે અને મંગળવારે વહેલી સવારે 3:15 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ સેવા 29 નવેમ્બર, 2026 સુધી રહેશે. ટ્રેન વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, આગ્રા કેન્ટ, ઇટાવા, પ્રયાગરાજ, બનારસ અને વારાણસી સહિતનાં સ્ટેશનો પર રોકાશે. તેમાં AC-1, AC-2 ટિયર, AC-3 ટિયર, સ્લીપર અને જનરલ કોચ હશે.

પ્રતાપનગર-લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09119 પ્રતાપનગર-લાલકુઆં સ્પેશિયલ દર રવિવારે સાંજે 5 વાગ્યે પ્રતાપનગરથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 12:45 વાગ્યે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 29 નવેમ્બર, 2026 સુધી ચાલશે.

પરત ફરતી ટ્રેન નંબર 09120 દર સોમવારે બપોરે 3:50 વાગ્યે લાલકુઆંથી ઉપડશે અને બીજા દિવસે સવારે 11:30 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ સેવા 30 નવેમ્બર, 2026 સુધી રહેશે. આ ટ્રેન વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, બરેલી અને કિચ્છા સહિતનાં સ્ટેશનો પર રોકાશે. તેમાં AC-2 ટિયર, AC-3 ટિયર, સ્લીપર અને જનરલ કોચ રહેશે.

પ્રતાપનગર-ચર્લપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નંબર 07088 પ્રતાપનગર-ચર્લપલ્લી સ્પેશિયલ રવિવારે સાંજે 7:50 વાગ્યે પ્રતાપનગરથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8:30 વાગ્યે ચર્લપલ્લી પહોંચશે. આ ટ્રેન 11થી 25 ઑક્ટોબર દરમિયાન તથા 1, 8, 15 અને 29 નવેમ્બર, 2026ના રોજ દોડશે.

પરત ફરતી ટ્રેન નંબર 07087 શનિવારે સાંજે 4 વાગ્યે ચર્લપલ્લીથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 5:50 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ સેવા 10થી 31 ઑક્ટોબર (Gujarat Railway) દરમિયાન તથા 7, 14 અને 28 નવેમ્બર, 2026ના રોજ નિર્ધારિત છે. આ ટ્રેન ભરૂચ, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, વિકારાબાદ, લિંગમપલ્લી અને સિકંદરાબાદ સહિતનાં સ્ટેશનો પર રોકાશે. તેમાં AC-2 ટિયર, AC-3 ટિયર, સ્લીપર અને જનરલ કોચ હશે.

પ્રતાપનગર-કોલકાતા સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નંબર 03110 પ્રતાપનગર-કોલકાતા સ્પેશિયલ દર ગુરુવારે સાંજે 4:15 વાગ્યે પ્રતાપનગરથી ઉપડશે અને શનિવારે બપોરે 12:05 વાગ્યે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 15 ઑક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી દોડશે.

પરત ફરતી ટ્રેન નંબર 03109 દર મંગળવારે સવારે 8 વાગ્યે કોલકાતાથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:40 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ સેવા 13 ઑક્ટોબરથી 24 નવેમ્બર, 2026 સુધી રહેશે. આ ટ્રેન વડોદરા, ગોધરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, આગ્રા, પ્રયાગરાજ, ગયા, જસીડીહ, આસનસોલ અને દુર્ગાપુર સહિતનાં સ્ટેશનો પર રોકાશે. તેમાં AC-3 ટિયર, સ્લીપર અને જનરલ કોચની સુવિધા રહેશે.

મુસાફરી પહેલાં સમયપત્રક તપાસવું જરૂરી

પશ્ચિમ રેલવેની આ પાંચ સ્પેશિયલ (Western Railway Vadodara Division) ટ્રેનો તહેવારો દરમિયાન મુસાફરોને વધારાનો વિકલ્પ પૂરો પાડશે. જોકે, દરેક ટ્રેનની તારીખો, સમય અને સ્ટોપેજ અલગ છે. મુસાફરોએ ટિકિટ બુક કરતાં પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા NTES પર ટ્રેનની વિગતો ચકાસવી જરૂરી છે. તમામ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે.


આ પણ વાંચો: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: એકતાનગરથી વડોદરા દોડી હેરિટેજ સ્પેશિયલ ટ્રેન

આ પણ વાંચો: ભાદરવી પૂનમ મેળા માટે રેલવેની મોટી સુવિધા, અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે 13 દિવસ સ્પેશિયલ ટ્રેન

આ પણ વાંચો: દિવાળી-છઠ માટે રેલવેની મોટી ભેટ, UP-Bihar માટે દોડશે અનેક સ્પેશિયલ ટ્રેનો, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ