World News/ “ગુનેગારોને તેમના અપરાધ મુજબ દંડ આપવો એ જ સાચો ધર્મ”, સૌરભ હત્યાકાંડ કેસમાં કોર્ટે ભગવદ્ ગીતાનો સંદર્ભ આપ્યો

મેરઠના સૌરભ રાજપૂત બ્લુ ડ્રમ હત્યા કેસમાં મુસ્કાન અને સાહિલને મૃત્યુદંડની સજા ફટકારાઈ. કોર્ટે ભગવદ્ ગીતાનો સંદર્ભ આપ્યો અને પુરાવાનો નાશ કરવા બદલ બંનેને રૂ. 50-50 હજારનો દંડ ફટકાર્યો.

Top Stories
Saurabh Murder Death penalty Muskan Sahil

World News:મેરઠના સૌરભ રાજપૂત બ્લુ ડ્રમ હત્યા કેસમાં (Saurabh Murder)મુસ્કાન અને સાહિલને મૃત્યુદંડની સજા (Death penalty) ફટકારાઈ, પુરાવાનો નાશ કરવા બદલ દંડમેરઠના દેશ-વિદેશમાં ચર્ચાસ્પદ બનેલા બ્લુ ડ્રમ હત્યા કેસમાં મર્ચન્ટ નેવીકર્મી સૌરભ રાજપૂતની ઘાતકી હત્યા મામલે ડિસ્ટ્રિક્ટ જજ અરવિંદ કુમાર મિશ્રા (Arvind Kumar Mishra)ની અદાલતે બુધવારે પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે સાંજે 4:15 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને ગુનેગારોને મૃત્યુદંડ ફટકારવાની સાથે પુરાવાનો નાશ કરવા બદલ રૂ. 50-50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળી હત્યા કરી

આ સનસનાટીભર્યા મામલાની વિગત મુજબ ઇન્દિરાનગર (Indiranagar)ખાતે રહેતા મર્ચન્ટ નેવી કર્મચારી (Employee)સૌરભ રાજપૂતની 3 માર્ચ 2025ની રાત્રે ઘરમાં જ પત્ની મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળી હત્યા કરી હતી. મુસ્કાને ભોજનમાં બેહોશીની દવા આપી સૌરભને બેભાન કર્યો અને છાતીમાં છરીના ઘા મારી પતાવી દીધો હતો.


આ પણ વાંચો: જામનગરમાં 8 વર્ષની બાળકીની હત્યા કેસમાં મૃત્યુદંડ, 35 દિવસમાં ચાર્જશીટ

આ પણ વાંચો: હેડ કોન્સ્ટેબલની પત્ની-દીકરીની હત્યા કેસમાં 3 દોષિતોને ફાંસી, એકને આજીવન કેદ

આ પણ વાંચો: પંજાબના મેડ સંધુ હત્યા કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે પરમિંદર પ્રસાદને દબોચ્યો