Ahmedabad News/ રસ્તાની વચ્ચે ઝાડ કે અકસ્માતને આમંત્રણ? રામોલમાં તંત્રને જગાડવા સ્થાનિકોની રજૂઆત

Ramol Road Accident: રામોલ પોલીસ સ્ટેશનથી ગામ તરફ જતા અને એસ.પી. રિંગ રોડને જોડતા માર્ગ પર રસ્તાની વચ્ચે નાળિયેરીનું ઝાડ વાહનચાલકો માટે જોખમરૂપ બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં ત્રણ નાના અકસ્માત થયા છે અને એક કાર ઝાડ સાથે અથડાઈ હતી.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Ramol Road Accident: 3 અકસ્માત બાદ પણ જોખમ યથાવત્

Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ ઊભેલું નાળિયેરીનું ઝાડ વાહનચાલકો માટે જોખમરૂપ (Ramol Road Accident) બન્યું છે. રામોલ પોલીસ સ્ટેશનથી રામોલ ગામ તરફ જતા અને એસ.પી. રિંગ રોડને જોડતા મુખ્ય માર્ગ પર આ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સીટીએમથી રિંગ રોડ તરફ જતા આ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, રોડ બની ગયા બાદ પણ રસ્તાની વચ્ચે આવેલા ઝાડને હટાવવામાં આવ્યું નથી કે અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી કરાઈ નથી.

Ramol Road Accident: નવા રોડ પર અકસ્માતનો ભય

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર વાહનોની સતત અવરજવર રહે છે. રસ્તાના વળાંક પાસે આવેલું ઝાડ ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે જોખમી (Coconut Tree on Road) બની જાય છે. ઝાડના કારણે સ્ટ્રીટલાઇટનો પ્રકાશ પણ અવરોધાતો હોવાનો સ્થાનિકોનો દાવો છે. આ સ્થિતિમાં વાહનચાલકોને ઝાડનો અંદાજ ન આવતાં અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં અહીં ત્રણ નાના અકસ્માતો થઈ ચૂક્યા છે. એક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હોવાની (Three Road Accidents) ઘટના પણ સામે આવી છે.

રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં નારાજગી

રસ્તાની વચ્ચે ઝાડ હોવા અંગે સ્થાનિક રહીશો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં વાહનચાલકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિકોનું કહેવું છે કે નવો રોડ બનાવતી વખતે જ ઝાડને હટાવવાની અથવા યોગ્ય જગ્યાએ પુનઃરોપણ કરવાની કામગીરી થવી જોઈતી હતી.

ટ્રાફિક પોલીસે સંબંધિત વિભાગને લેખિત જાણ કરી

અકસ્માતોના બનાવો અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા પણ આ મામલે સંબંધિત વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી છે. રસ્તાની વચ્ચેથી ઝાડને તાત્કાલિક હટાવી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરવામાં આવી છે. હવે સંબંધિત તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવવા ક્યારે પગલાં લે છે તે જોવાનું રહેશે.


આ પણ વાંચો: ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત: PSI યશ પટેલ સહિત 3નાં મોત

આ પણ વાંચો: ગાંધીનગરના અડાલજ રોડ પર ગમખ્વાર અકસ્માત: MBBSની વિદ્યાર્થિની સહિત 3નાં મોત

આ પણ વાંચો: ખાટુ શ્યામનાં દર્શને જતાં ભયાનક અકસ્માત, 5 મહિલાઓ સહિત 8નાં મોત; 23 ઘાયલ