Ajab Gajab News: તાઈવાનનું એક અનોખુ કાફે અને વિડીયો (Aakanksha Monga Taiwan Video) સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. ભારતીય કન્ટેન્ટ ક્રિએટર આકાંક્ષા મોંગાએ ‘મૉડર્ન ટૉયલેટ’ (Modern Toilet Restaurant) રેસ્ટોરન્ટની વિઝીટ કરી જ્યાં ભોજન ટૉયલેટ આકારના બાઉલ અને ડ્રિંક્સ યૂરિનલ જેવા હોલ્ડર્સમાં સર્વ કરવામાં આવે છે. એણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર (Aakanksha Monga Taiwan Video) કર્યો જેના પર ઈન્ટરનેટ યુઝર્સ નવાઈ પામી ગયા અને ઘણાએ તો સૂગ ચડવાથી પૂછી લીધું કે, “કેમ?”
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો (Aakanksha Monga Taiwan Video)
આ વિડિયોને આકાંક્ષાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @aakanksha.monga પર શૅર કરવામાં આવ્યો છો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે રેસ્ટોરન્ટ પૂર્ણ રુપે બાથરુમ થીમ આધારિત છે! ખુરશીઓની જગ્યાએ અસલ ટૉયલેટ સીટો લાગેલી છે. ભોજન મીની કમોડ (Commode)આકારના વાસણોમાં પીરસવામાં આવે છે જ્યારે ડ્રિંક્સ યૂરિનલ જેવા કન્ટેનર્સ માં સર્વ કરવામાં આવે છે! દિવાલો પર ટાઈલ્સ, શાવરહેડ અને પૂપ શેડ્સની સજાવટથી આખું રેસ્ટોરન્ટ બાથરુમ (Bathroom Theme) જેવું લાગે છે. આકાંક્ષાએ ભોજનને 5માંથી 5 અંક આપ્યા અને આ સમગ્ર અનુભવને 10માંથી 10 અંક પણ આપ્યા!

ચૉકલેટ ડેઝર્ટે સૌથી વધુ ચોંકાવ્યા
સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરનાર આઈટમ ચૉકલેટ ડેઝર્ટ (Chocolate Desert) હતી જે માનવ મળ (Human Stool)ના આકારની હતી! આકાંક્ષાએ આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હવે હું ડાર્ક ચૉકલેટ આઇસક્રીમને પહેલા જેવી નજરથી નહિં જોઈ શકું!!” એણે જે અંદાજમાં આ વીડિયો બનાવ્યો છે અને પ્રતિક્રિયાઓ આપી છે એનાથી તો વીડિયો વધારે ને વધારે વાયરલ થઈ ગયો છે.

રેસ્ટૉરન્ટ વિશે
મૉડર્ન ટૉયલેટ રેસ્ટોરન્ટ તાઈવાન (Taiwan)નું પ્રસિદ્ધ થીમ બેસ્ડ રેસ્ટોરન્ટ છે. એની શરુઆત વર્ષ 2004માં કાઓશુંગમાં થઈ હતીય એના માલિક જેઓ પૂર્વ બેન્કર છે તે વાંગ જી-વેઈએ જાપાની કાર્ટૂન ડૉ. સ્લંપના એક કેરેક્ટરમાંથી પ્રેરણા મળી. શરુઆતમાં તો એ મીની ટૉયલેટમાં ચૉકલેટ આઇસ્ક્રીમ વેચતા હતા પણ પછી એ એટલી પોપ્યુલર થઈ કે આ જ થીમ પર એણે આખું રેસ્ટોરન્ટ શરુ કરી દીધું. આજે તાઈપે માં અન્ય બે બ્રાન્ચ શિમેનડિંગ અને શિલિન ખાતે ચાલી રહ્યા છે.

રેસ્ટોરન્ટનો ટૉયલેટ બેઝ્ડ થીમ
રેસ્ટોરન્ટના મેનૂમાં કરી, હૉટ પૉટ, નૂડલ્સ અને અન્ય તાઈવાની વ્યંજન પણ સામેલ છે. ભોજન સ્વાદિષ્ટ હોય છે પણ પ્રેઝન્ટેશન વિવાદાસ્પદ હોવા છતાંયે મુખ્ય આકર્ષણ છે. ગ્રાહકો ટૉયલેટ સીટ પર બેસીને ખાય છે અને ડ્રિંક્સ યૂરિનલથી પીવે છે. કેટલાય પર્યટકોને આ પસંદ પડે છે અને અહિં સેલ્ફી લેવા આવે છે! આકાંક્ષા મોંગાના વીડિયો પર સોશિયલ મીડિયા પર મિશ્રિત પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાય યૂઝર્સે એને ક્રિએટિવ અને મજેદાર દર્શાવ્યો તો કોઈએ લખ્યું, “કેમ લોકો આવું કંઈ બનાવે છે?”…..”ખાવાનું મન કેવી રીતે થાય?”…અથવા “આ તો બહુ જ વિચિત્ર છે!” કેટલાકે કહ્યું કે, અનુભવ તો અનોખો કહી શકાય પણ આ થીમથી ભોજનનો સ્વાદ પણ પ્રભાવિત થઈ શકે છે!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
