Valsad News/ વલસાડ-ધરમપુર હાઇવેના નવા ડિવાઈડરમાં તિરાડો! બાંધકામની ગુણવત્તા પર સવાલ

Valsad Dharampur Highway પર અટક પારડી પાસે નવા બનેલા ડિવાઈડરમાં એક મહિનામાં તિરાડો પડ્યાનો દાવો થયો છે. કોંગ્રેસનાં જયશ્રી પટેલે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી બાંધકામની ગુણવત્તાની તપાસની માગ કરી છે.

Gujarat Top Stories Others Breaking News
Valsad Dharampur Highway: 1 મહિનામાં જ તૂટી ગયો હાઇવેનો ડિવાઈડર

Valsad News: વલસાડ-ધરમપુર સ્ટેટ હાઇવે (Valsad Dharampur Highway) પર નવા બનેલા રોડ ડિવાઈડરમાં તિરાડો જોવા મળતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. વલસાડ તાલુકાના અટક પારડી પાસે હાઇવેની મધ્યમાં બનાવવામાં આવેલા ડિવાઈડરમાં કામ પૂર્ણ થયાના એક મહિનાની અંદર જ તિરાડો પડી હોવાનો (Highway Divider Cracks) દાવો કરવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ મહિલા અગ્રણી જયશ્રી પટેલે કામગીરી સામે સવાલો ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.

જયશ્રી પટેલના જણાવ્યા અનુસાર, ડિવાઈડરમાંથી સિમેન્ટ અને રેતીનું મિશ્રણ સહેલાઈથી નીકળી રહ્યું છે. તેમણે બાંધકામમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા સામે સવાલ ઉઠાવતાં સમગ્ર કામગીરીની તપાસ કરવાની માગ કરી છે.

Valsad Dharampur Highway: એક મહિનામાં જ તૂટી ગયો હાઇવેનો ડિવાઈડર?

પટેલે જણાવ્યું હતું કે જાહેર નાણાંમાંથી કરવામાં આવતાં વિકાસકાર્યોમાં ગુણવત્તા જાળવવી જરૂરી છે. જો કામ યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે પ્રજાના પૈસાનો બગાડ છે. તેમણે સંબંધિત અધિકારીઓની (Gujarat Road Construction) જવાબદારી નક્કી કરવા અને જો બાંધકામમાં ગેરરીતિ કે નબળી ગુણવત્તા સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

વલસાડ-ધરમપુર હાઇવે પર ડિવાઈડરમાં જોવા મળેલી તિરાડોને કારણે બાંધકામમાં વપરાયેલા સિમેન્ટ, રેતી અને અન્ય સામગ્રીની ગુણવત્તાની તપાસની માગ ઊઠી છે. જોકે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો (Congress Allegations) અંગે તંત્રનો સત્તાવાર પક્ષ હજી સામે આવ્યો નથી. હવે આ કામગીરીની તપાસ થાય છે કે નહીં અને જવાબદાર સામે કોઈ પગલાં લેવાય છે કે નહીં તેના પર (Road Quality Investigation) સૌની નજર છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ચીમનલાલ પટેલ બ્રિજના ફૂટપાથમાં તિરાડો, ધોળકામાં 2 મહિના જૂનું નાળું તૂટ્યું; ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચો: વડોદરાના સરકારી આવાસોની દયનીય હાલત: તિરાડો, ગંદકી અને જોખમ વચ્ચે જીવતા 200 પરિવારો

આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ હાઈવે પર મોતના ડર નીચે મુસાફરી! કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પડી મોટી તિરાડો