Karva Choth: દર વર્ષે અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથ (Karva Choth 2026)નું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે સુહાગણ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને સુખી દાંપત્યજીવન માટે નિર્જળા વ્રત રાખે છે. વર્ષ 2026માં કરવા ચોથનું વ્રત 29 ઓક્ટોબરે (29 October 2026) રાખવામાં આવશે. આ વખતે કરવા ચોથનું વ્રત કરનારી મહિલાઓના મનમાં ભદ્રાના ઓછાયા (Bhadra Kal) અંગે અસમંજસની સ્થિતિ ઉત્પન્ન થયેલી છે. તો ચાલો જાણીએ કે, શું સાચે જ કરવા ચોથની પૂજા પર ભદ્રાનો પ્રભાવ પડશે અને પૂજાનું શુભ મુહૂર્ત કયું રહેશે?
શું કરવા ચોથ પર રહેશે ભદ્રાનો ઓછાયો? (Karva Choth & Bhadra Kal)
હિન્દુ ધર્મમાં ભદ્રા કાળને અશુભ સમય માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્યોને કરવાની મનાઈ હોય છે. આ જ કારણથી ભદ્રા અંગે વિશેષ રુપે સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ આપવામાં આવે છે. પંચાંગ અનુસાર, ભદ્રાનો આરંભ 28 ઓક્ટોબરે સવારે 05:31 કલાકે થશે. ભદ્રાકાળનું સમાપન 29 ઓક્ટોબરે સવારે 04:27 કલાકે થશે.

આનો અર્થ એ છે કે કરવા ચોથનું વ્રત પ્રારંભ થશે ત્યારે ભદ્રા સમાપ્ત થઈ ચૂકી હશે. આથી સુહાગણો (Married Women)ના આ મુખ્ય પર્વ (Festival) કરવા ચોથ પર ભદ્રાનો કોઈ ઓછાયો નહિં રહે અને એની પૂજા પર પણ કોઈ અસર નહિં પડે! મહિલાઓ કોઈ પણ ચિંતા વિના પૂર્ણ શ્રદ્ધાથી અને નિયમાનુસાર કરવા ચોથનું વ્રત કરી શકશે.
કરવા ચોથ 2026ના દિવસે પૂજા મુહૂર્ત (Karva Choth 2026 Puja Mahurat)
ચતુર્થી તિથિ પ્રારંભ- 29 ઓક્ટોબર 2026ના 01:06 AM કલાકે થશે.
ચતુર્થી તિથિ સમાપ્ત- 29 ઓક્ટોબર 2026ના 10:09 PM કલાકે થશે.
કરવા ચોથ પૂજા મુહૂર્ત- 29 ઓક્ટોબર 2026ના 05:38 PM થી 06:56 PM સુધી રહેશે.
કરવા ચોથ ચંદ્રોદયનો સમય- 29 ઓક્ટોબર 2026 08:17 PM પર થશે.
કરવા ચોથ વ્રત સમય- 06:31 AM થી 08:17 PM સુધી રહેશે.

કરવા ચોથના દિવસે ચંદ્રોદયનો સમય (Karva Choth 2026 Chandroday Time)
કરવા ચોથના તહેવારના દિવસે ચંદ્રોદય નો સમય રાત્રે 8 વાગીને 17 મિનિટનો રહેશે. જો કે, અલગ-અલગ શહેર અનુસાર ચાંદ દેખાવાના સમયમાં કેટલીક મિનિટનું અંતર હોઇ શકે છે. અહિં ઉલ્લેખનીય છે કે કરવા ચોથનું વ્રત ચંદ્રમાને અર્ઘ્ય આપ્યા બાદ જ પૂર્ણ માનવામાં આવે છે. ચંદ્ર દર્શન કરીને મહિલાઓ ચંદ્રમાની પૂજા કરે છે અને અર્ઘ્ય આપે છે. આ માટે ચાળણીથી ચંદ્રમા અને પછી પતિનો ચહેરો જોઈને પોતાનું કરવા ચોથનું વ્રત ખોલે છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો: નવેમ્બર 2026માં આ 4 રાશિઓ સૌથી લકી…ભાગ્યનો મળશે ભરપૂર સાથ! કેરિયર અને કમાણીમાં બમ્પર ફાયદો!
આ પણ વાંચો: 24 ઓક્ટોબરથી બુધ ચાલશે ઊલટી ચાલ…વૃષભ સહિત આ 3 રાશિઓની બદલાશે કિસ્મત…પ્રમોશન અને ધનલાભ!
