auto and tech/ એપલે લોન્ચ કર્યું ટચસ્ક્રીન સાથેનું નવું મેકબુક પ્રો, M5 Pro અને M5 Max ચિપથી સજ્જ

એપલનું macbook pro touchscreen લોન્ચ

Breaking News Tech & Auto
macbook pro touchscreen

Auto and Tech : મેકબુક પ્રો ટચસ્ક્રીન (macbook pro touchscreen) સાથે એપલે M5 Pro અને M5 Max પ્રોસેસર્સથી સજ્જ નવું MacBook Pro લોન્ચ કર્યું છે. 14-ઇંચ અને 16-ઇંચ મોડેલ્સમાં Mac પર પ્રથમવાર ટચસ્ક્રીન સપોર્ટ અપાયો હોવાનું જણાવાયું છે. સાથે ટેન્ડમ OLED ટેક્નોલોજી આધારિત રીડિઝાઇન કરેલી ડિસ્પ્લે અને અપડેટેડ ઓડિયો સિસ્ટમ પણ સામેલ છે.

મેકબુક પ્રો ટચસ્ક્રીન (macbook pro touchscreen )થી શું બદલાશે?

ટેક જાયન્ટ Appleએ પ્રીમિયમ લેપટોપ લાઇનઅપમાં આ મોટો ફેરફાર કર્યો છે. યુઝર્સ હવે કીબોર્ડ અને ટ્રેકપેડ ઉપરાંત સીધા ડિસ્પ્લે પર ટચ ગેસ્ચર્સનો ઉપયોગ કરી શકશે.

ડિસ્પ્લે પર ટચ કરીને વેબપેજ સ્ક્રોલ કરી શકાય છે, તસવીરો ઝૂમ કરી શકાય છે, પ્રેઝન્ટેશન સ્લાઇડ્સ ખસેડી શકાય છે અને વિન્ડોઝ ગોઠવી શકાય છે. કંપનીના જણાવ્યા મુજબ આ ફીચર ડ્રોઇંગ, વર્ચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવા અને 3D મોડેલ્સ પર કામ કરવા જેવા ક્રિએટિવ વર્કફ્લો માટે ઉપયોગી બનશે.

આ લેપટોપમાં Mac પર પ્રથમ વખત ડાયનેમિક આઇલેન્ડ (Dynamic Island) પણ આપવામાં આવ્યું છે. તે Spotlight, Live Activities અને Siri AIને એક જ ઇન્ટરફેસ પર લાવે છે, જ્યાંથી નોટિફિકેશન એક્સેસ કરી શકાય છે, મ્યુઝિક કંટ્રોલ કરી શકાય છે અને સર્ચ કરી શકાય છે.

ટેન્ડમ OLED સાથે ડિસ્પ્લેમાં અપગ્રેડ

નવા MacBook Proમાં Appleની PROLED XDR ડિસ્પ્લે (PROLED XDR display) આપવામાં આવી છે, જે tandem OLED ટેક્નોલોજી પર કામ કરે છે.

આ ડિસ્પ્લે 2,000 nitsની પીક HDR અને SDR બ્રાઇટનેસ, 10,000,000:1નો કોન્ટ્રાસ્ટ રેશિયો અને 120Hz સુધીનો વેરિયેબલ રિફ્રેશ રેટ પૂરો પાડે છે.

તે P3 અને Adobe RGB કલર સ્પેસને સપોર્ટ કરે છે. HDR વીડિયો એડિટિંગ અને કલર ગ્રેડિંગ માટે 80%થી વધુ Rec. 2020 કવરેજ મળે છે. રિફ્લેક્શન અને ગ્લેર ઘટાડવા માટે નેનો-ટેક્સચર ગ્લાસનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

(macbook pro touchscreen) M5 Pro અને M5 Max ચિપ

પ્રોફેશનલ વર્કલોડને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી M5 પ્રો ચિપ (M5 Pro chip) અને M5 Max સોફ્ટવેર ડેવલપમેન્ટ, હાઈ-એન્ડ વીડિયો એડિટિંગ, 3D રેન્ડરિંગ અને ઓન-ડિવાઇસ AI પ્રોસેસિંગ માટે ડિઝાઇન કરાઈ છે. M5 Max પ્રોસેસર સેંકડો અબજ પેરામીટર્સ ધરાવતા લાર્જ લેંગ્વેજ મોડેલ્સને લોકલ લેવલે રન કરવાની ક્ષમતા ધરાવે છે.

બંને ચિપ્સમાં અપડેટેડ GPU આર્કિટેક્ચર, એન્હાન્સ્ડ શેડર કોર્સ અને થર્ડ-જનરેશન રે-ટ્રેસિંગ એન્જિન સામેલ છે. લેપટોપમાં 128GB સુધીની યુનિફાઇડ મેમરી અને 16TB સુધીના સ્ટોરેજનું કોન્ફિગરેશન મળે છે.

ઓડિયો માટે 50% ડીપ બાસ સાથે સિક્સ-સ્પીકર સિસ્ટમ, 12MP સેન્ટર સ્ટેજ કેમેરો, સ્ટુડિયો-ક્વોલિટી માઇક્રોફોન્સ અને ડોલ્બી એટમોસ સાથે સ્પેશિયલ ઓડિયો સપોર્ટ આપવામાં આવ્યો છે.

મેકબુક પ્રો ટચસ્ક્રીનની ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા

નવા MacBook Proનું પ્રી-ઓર્ડર બુકિંગ 28 ઓક્ટોબરથી અમેરિકા સહિત 30 દેશોમાં શરૂ થયું છે. ગ્રાહકો સુધી ડિલિવરી 6 નવેમ્બરથી શરૂ થશે.

ભારતમાં મેકબુક પ્રો કિંમત (MacBook Pro price) વેરિઅન્ટ મુજબ નીચે મુજબ છે:

14-ઇંચ MacBook Pro (M5 Pro): સામાન્ય કિંમત રૂ. 3,49,900 અને એજ્યુકેશન પ્રાઇસ રૂ. 3,31,900.
16-ઇંચ MacBook Pro (M5 Pro): સામાન્ય કિંમત રૂ. 4,09,900 અને એજ્યુકેશન પ્રાઇસ રૂ. 3,85,900.
14-ઇંચ MacBook Pro (M5 Max): સામાન્ય કિંમત રૂ. 5,49,900 અને એજ્યુકેશન પ્રાઇસ રૂ. 5,12,900.
16-ઇંચ MacBook Pro (M5 Max): સામાન્ય કિંમત રૂ. 5,89,900 અને એજ્યુકેશન પ્રાઇસ રૂ. 5,52,900.


આ પણ વાંચો: Apple લોન્ચ કરી રહી છે નવી MacBook, મળશે ચાર ગણી સ્પીડ, આ પણ હશે ખાસ

આ પણ વાંચો: અત્યાર સુધીની સૌથી સસ્તી કિંમત પર મળી રહ્યું છે Apple MacBook Pro, અહીંથી કરો ખરીદી

આ પણ વાંચો: Nvidia ની RTX સ્પાર્ક સુપરચિપ લોન્ચ, શું AI PC બદલશે કમ્પ્યુટિંગની દુનિયા?