Gandhinagar News: ગુજરાત ATSને (Gujarat ATS) ડ્રગ્સ માફિયાઓ સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મળી છે. દાઉદના સાગરિત અને ડ્રગ તસ્કર સલીમ ડોલાની કસ્ટડી ગુજરાત ATSએ મેળવી છે. આરોપી વર્ષ 2022ના વડોદરાના સિંઘરોટ નાર્કોટિક્સ કેસમાં વોન્ટેડ હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્કમાં સંડોવણી બદલ તેની પૂછપરછ કરવામાં આવી શકે છે.
વડોદરામાંથી ઝડપાઈ હતી ડ્રગ્સ ફેક્ટરી
વર્ષ 2022માં ગુજરાત ATSએ બાતમીના આધારે વડોદરાના સિંઘરોટમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ગેરકાયદે ચાલતી મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. સ્થળ પરથી આશરે 87.728 કિલો ડ્રગ્સ જપ્ત થયું હતું. આ કેસમાં ઘણા શખ્સો ઝડપાયા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર સલીમ ડોલા પોલીસ પકડથી દૂર હતો.
Gujarat ATSએ મેળવી કસ્ટડી, થઈ શકે મોટા ખુલાસા
ઇન્ટરપોલે માર્ચ 2024માં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ ટ્રાફિકિંગમાં કથિત સંડોવણી બદલ ડોલા સામે રેડ નોટિસ જાહેર કરી હતી. તે પછી તુર્કીમાં તેની અટકાયત કરાઈ હતી. 28 એપ્રિલ 2026ના રોજ તેને ભારત લાવવામાં આવ્યો હતો અને હવે ગુજરાત ATSએ સિંઘરોટ ડ્રગ્સ કેસમાં તેની સત્તાવાર કસ્ટડી મેળવી છે. કસ્ટડી મળવાથી ડ્રગ્સ સિન્ડિકેટની કામગીરી અને વિદેશી નેટવર્ક અંગે મોટા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો:અમદાવાદના રખિયાલમાં 3.36 ગ્રામ MD ડ્રગ્સ સાથે આધેડ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ
આ પણ વાંચો: અમદાવાદમાં ₹25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર ફાયરિંગ, પગમાં વાગી ગોળી
આ પણ વાંચો: પંજાબમાં ડ્રગ્સ વિરોધી એક્ટિવિસ્ટ પરવિંદર સિંહ ઝોટાની ગોળી મારી હત્યા, મેડિકલ સ્ટોર પર થયો હતો વિવાદ
