Ahmedabad News/ અમદાવાદમાં જૂની અદાવતે યુવક પર 4 શખ્સોનો લાકડીથી હુમલો! ઘટનાના CCTV ફૂટેજ વાયરલ

Nana Chiloda Attack: અમદાવાદના નાના ચિલોડામાં જૂના ઝઘડાની અદાવતે ચાર શખ્સોએ યુવક પર લાકડીઓ વડે હુમલો કર્યો. ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતાં નરોડા પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories Ahmedabad Gujarat
Nana Chiloda Attack: અમદાવાદના નાના ચિલોડામાં યુવક પર ચાર શખ્સોનો લાકડીથી હુમલો

Ahmedabad News: અમદાવાદના નાના ચિલોડા ગામમાં જૂના ઝઘડાની અદાવત રાખીને એક યુવક પર ચાર શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો (Nana Chiloda Attack) હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફરિયાદીએ હુમલાખોરોમાંથી એક શખ્સના પિતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે નરોડા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Nana Chiloda Attack: મિત્ર સાથેનો સામાન્ય ઝઘડો બન્યો હુમલાનું કારણ

મળતી માહિતી મુજબ, નાના ચિલોડામાં રહેતો હિતેશ ડ્રાઇવિંગનું કામ કરે છે. ગત 27 ઓક્ટોબરના રોજ તેનો એક મિત્ર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જોકે, બાદમાં બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.

ત્યારબાદ બીજા દિવસે રાત્રે હિતેશ નાના ચિલોડા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે અગાઉના ઝઘડાનું સમાધાન કેમ કરાવ્યું હતું તે મુદ્દે હિતેશ સાથે બોલાચાલી શરૂ કરી હતી.

ચાર શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો

બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક શખ્સે હિતેશને મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે અન્ય શખ્સોએ લાકડીઓ વડે તેના પર હુમલો (Stick Attack) કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા (Ahmedabad Crime News) હતા.

હુમલામાં હિતેશને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે, જેમાં હુમલાની ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કોન્સ્ટેબલના પુત્ર હોવાનો ફરિયાદીનો આક્ષેપ

સમગ્ર મામલે હિતેશે ચાર શખ્સો સામે નરોડા પોલીસ (Naroda Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે હુમલામાં સામેલ એક શખ્સના પિતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસે ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: બાળકોના ઝઘડાની અદાવતે પાડોશીનો મહિલા અને વૃદ્ધ સાસુ-સસરા પર લાકડીથી હુમલો!

આ પણ વાંચો: વલસાડના કપરાડામાં શિક્ષક પર પત્નીની હત્યાનો આરોપ, દારૂની લતના મુદ્દે ઝઘડા બાદ લાકડીથી હુમલો

આ પણ વાંચો: વડોદરામાં ગણેશોત્સવના ફાળાને લઈને ધીંગાણું, યુવક પર લાકડીથી હુમલો; CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના