Bharuch News/ ભરૂચના આમોદમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

આમોદના તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડા(Birsa Munda)ની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, 101 પરિવારોને ખાટલા, 126ને આવાસ હુકમો અપાયા

Gujarat Others Breaking News
Birsa Munda

Bharuch News: આમોદના તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડા (Bhagwan Birsa Munda)ની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ (Janjatiya Gaurav Divas)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદિવાસી પરિવારોને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું.

Birsa Mundaની 151મી જન્મજયંતિની ઉજવણી

કાર્યક્રમ દરમિયાન 101 આદિવાસી પરિવારોને ખાટલા અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 126 પરિવારોને આવાસ મંજૂરી હુકમો એનાયત કરાયા હતા, જ્યારે 26 પરિવારોને નવનિર્મિત આવાસની ચાવીઓ સોંપવામાં આવી હતી.

આદિવાસી ગીતોના તાલે ઝૂમ્યા યુવક-યુવતીઓ

ઉજવણી દરમિયાન આદિવાસી ગીતોના તાલે યુવક-યુવતીઓ મન મૂકીને ઝૂમ્યા હતા. પરંપરાગત સંગીત અને નૃત્યથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ સમાજને વ્યસનમુક્ત બનવા અને શિક્ષિત બનવાનો સંદેશ આપ્યો હતો. સાથે જ સમાજના વિકાસ અને એકતા માટે સૌને આગળ આવવાની અપીલ કરવામાં આવી હતી.


આ પણ વાંચો: વડાપ્રધાનની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી નર્મદાના ડેડિયાપાડા ખાતે થશે

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે ‘જન જાતિય ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું…

આ પણ વાંચો: ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી