National News/ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! અમિત શાહના કાર્યક્રમમાં સુપ્રિયા સુલેની હાજરી

સ્વર્ગસ્થ અજિત પવારની પ્રતિમાના અનાવરણ સમારોહમાં સુપ્રિયા સુલે (Supriya Sule)ની હાજરી અને અજિત પવાર જૂથના દિગ્ગજ નેતાઓની ગેરહાજરીએ રાજકીય અટકળોને વેગ આપ્યો છે

Top Stories India
સ્વર્ગસ્થ અજિત પવારની પ્રતિમાના અનાવરણ સમારોહમાં સુપ્રિયા સુલે (Supriya Sule)ની હાજરી અને અજિત પવાર જૂથના દિગ્ગજ નેતાઓની ગેરહાજરીએ રાજકીય અટકળોને વેગ આપ્યો છે

National News : પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics)નવી ચર્ચાઓ શરૂ થઈ છે. સ્વર્ગસ્થ અજિત પવારની પ્રતિમાના અનાવરણ સમારોહમાં સુપ્રિયા સુલે (Supriya Sule)ની હાજરી અને અજિત પવાર જૂથના દિગ્ગજ નેતાઓની ગેરહાજરીએ રાજકીય અટકળોને વેગ આપ્યો છે. આ ઘટનાને NCPના બંને જૂથો વચ્ચેના રાજકીય સમીકરણો સાથે જોડીને જોવામાં આવી રહી છે.

સુપ્રિયા સુલેની હાજરીથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા

પુણેમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમિત શાહ (Amit Shah)સાથે સુપ્રિયા સુલે (Supriya Sule)ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, અજિત પવાર (Ajit Pawa) જૂથના અગ્રણી નેતાઓ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનીલ તટકરે કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. એક તરફ શરદ પવાર જૂથનાં સુપ્રિયા સુલેની હાજરી અને બીજી તરફ અજિત જૂથના વરિષ્ઠ નેતાઓની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે, આ ગેરહાજરી પાછળનું કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.

અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર

કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અમિત શાહે (Amit Shah)કોરોના મહામારીના સમયને યાદ કરીને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન મુખ્યમંત્રી સુધી પહોંચવું મુશ્કેલ હતું, પરંતુ જ્યારે પણ અજિત પવારને ફોન કરવામાં આવતો ત્યારે તેઓ મંત્રાલયમાં ફોન ઉપાડતા હતા.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે અજિત પવારે જ્યારે તેમની સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. બંનેની વિચારધારા અને કાર્યકરોનો આધાર અલગ હોવા છતાં અજિત પવારે મહારાષ્ટ્ર અને દેશના વિકાસને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. ત્યારબાદ તેઓ તેમની સાથે જોડાયા હતા.

PM મોદીએ શરદ પવારને ફોન કરીને શું કહ્યું?

બીજી તરફ, NCPના વરિષ્ઠ નેતા શરદ પવારની (Sharad Pawar)તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને તેમના સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા હતા. આ ફોન દરમિયાન થયેલી વાતચીત પણ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

મળતી માહિતી મુજબ, પીએમ મોદીએ સુપ્રિયા સુલેનો ઉલ્લેખ કરતાં શરદ પવારને કહ્યું હતું કે, “સુપ્રિયા હવે તૈયાર છે, સુપ્રિયા અને હું દેશનું ધ્યાન રાખીશું. તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને આરામ કરો. તમારા આશીર્વાદ અમારા પર રાખો.”

સુપ્રિયા સુલેએ આપી શરદ પવારના સ્વાસ્થ્યની જાણકારી

દરમિયાન, સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શરદ પવારના (Sharad Pawar)સ્વાસ્થ્ય અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બાબાની તબિયત હવે ઘણી સારી છે અને તેઓ મુંબઈ જઈ રહ્યા છે.

તેમણે રૂબી હોલ હોસ્પિટલની સમગ્ર ટીમનો સારી સારવાર અને સંભાળ રાખવા બદલ આભાર માન્યો હતો. સાથે જ મુશ્કેલ સમયમાં શુભેચ્છાઓ પાઠવનારા તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર ઘટનાક્રમ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં NCPના બંને જૂથો વચ્ચેના સંબંધો અને આગામી રાજકીય સમીકરણો અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે.


આ પણ વાંચો: બારામતી બેઠક પર સુનેત્રા પવાર અને સુપ્રિયા સુલે વચ્ચે જંગ છેડાશે

આ પણ વાંચો: શરદ પવારે બે કાર્યકારી પ્રમુખોની કરી જાહેરાત, સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને આપી મોટી જવાબદારી

આ પણ વાંચો: ‘આ એક ટ્રેન્ડ બની ગયો છે, કડક નિયમો લાગુ કરવા જોઈએ…’, એર ઈન્ડિયાની ફ્લાઈટ મોડી પડતા સાંસદ સુપ્રિયા સુલે ગુસ્સે થઈ ગયા