Morbi News: મોરબી જિલ્લામાં ચોમાસા દરમિયાન અપૂરતો વરસાદ પડ્યો હોવા છતાં સરકાર દ્વારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત (Morbi Drought) જાહેર કરવામાં આવ્યો નથી. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસે (Gujarat Congress) કલેક્ટરને આવેદનપત્ર આપીને મોરબીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ખેડૂતોનું દેવું માફ કરવા, પાક નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવા (Crop Damage Compensation) અને પશુપાલકો માટે ઘાસના ડેપો શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
Morbi Drought: ખેડૂતોનું દેવું માફ કરી પાક નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ
કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ખેડૂતોએ ચોમાસુ પાકના વાવેતર માટે ખાતર, બિયારણ અને મજૂરી પાછળ ખર્ચ કર્યો હતો. જોકે, અપૂરતા વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને દેવાના બોજ હેઠળ આવી ગયા છે. આથી ખેડૂતોનું ધિરાણ માફ કરવા (Farmers Loan Waiver) તેમજ પાક નુકસાનીનો સર્વે કરીને વહેલી તકે વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
પશુપાલકો માટે ઘાસના ડેપો શરૂ કરવા રજૂઆત
કોંગ્રેસે રજૂઆત કરી છે કે વરસાદની અછતને કારણે પશુપાલકો માટે પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની શકે છે. આથી જિલ્લામાં ઘાસના ડેપો શરૂ કરવામાં આવે. જો ડેપો શરૂ કરવાનું શક્ય ન હોય તો પશુપાલકોને સબસિડી સાથે રાહત દરે ઘાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયન અઘારાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્યો સતિષ મેરજા અને મનોજ પનારા, ખેડૂત આગેવાન મહેશ રાજકોટ, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ મનસુરી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અલ્પેશ કોઠીયા, માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામી અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય કે.ડી. પડસુંબીયા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ખેડૂતો માટે બેવડી આફત! દુષ્કાળગ્રસ્ત કલ્યાણપુર અને તાલાલામાં માવઠાનો માર
આ પણ વાંચો: ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર: દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં અછત
આ પણ વાંચો: કચ્છના ખેડૂતોની CM પાસે 6 મોટી માગ, ધિરાણ માફી સહિત રાહતની અપીલ
