રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ પદ્માવતીનો બહુ જ વિરોધ થઈ રહ્યો છે. તેવા માં પદ્માવતીનું સોંગ ઘૂમર સોંગ બોલીવૂડ માં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે, આ સોંગમાં પણ હોલિવૂડમાં ફેમેશ થઈ ગયું છે. આ સોંગ પર શકીરાને પણ નાચવા માટે મજબુર કરી દીધી છે.
પોપ સેન્સેશન ગણાતી શકીરા અને બીયોન્શેએ ફિલ્મ પદ્માવતીનું સોંગ ઘૂમર પર એક મેશઅપ બનાવ્યું છે જેને યૂ ટ્યુબ પર શુક્રવારે વહેલી સવારે અપલોડ કરવામાં કરાયું છે. આ ગીતને એક લાખ કરતા વધારે લોકોએ જોઈએ લીધું છે અને તેને ખુબજ પસંદ કરી રહ્યા છે. આ સોંગ શકીરાએ અને બીયોન્સેએ ઘૂમર ગીત પર ડાન્સ પણ કર્યો છે.