Vadodara News/ વડોદરાના પંડ્યા બ્રિજ પર કાળ બનીને આવ્યું ટેન્કર, અકસ્માતમાં દંપતીના કરુણ મોત

Vadodara Accident: વડોદરાના પંડ્યા બ્રિજ પર ટેન્કરની અડફેટે આવતાં ટુ-વ્હીલર સવાર દશરથ પટેલ અને તેમનાં પત્ની મંજુલાબેનનું મોત થયું છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થયો છે.

Top Stories Gujarat Vadodara
Vadodara Accident: પંડ્યા બ્રિજ પર ગંભીર અકસ્માત, દંપતીનાં મોતથી પરિવારમાં શોક

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર બપોરના સમયે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતે (Vadodara Accident) એક પરિવારની ખુશીઓ છીનવી લીધી. ટુ-વ્હીલર પર જઈ રહેલું દંપતી ટેન્કરની અડફેટે આવ્યું હતું. અકસ્માતમાં દશરથ મગનભાઈ પટેલ (66) અને તેમનાં પત્ની મંજુલાબેનનું મોત થયું છે. ઘટનાને પગલે બ્રિજ પર લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં.

Vadodara Accident: ટેન્કરના પાછળનાં પૈડાં નીચે આવતાં દંપતીનાં મોત

પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, દશરથ પટેલ અને તેમનાં પત્ની મંજુલાબેન ટુ-વ્હીલર પર પંડ્યા બ્રિજ (Pandya Bridge Accident) પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન આગળ જઈ રહેલા ટેન્કરના પાછળનાં પૈડાંની અડફેટે આવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંનેને જીવ ગુમાવવો પડ્યો હતો.

અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર

અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન ટેન્કર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો (Hit And Run Case) હતો. બનાવની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી.

ફરાર ચાલકની શોધખોળ માટે તપાસ શરૂ

પોલીસે ફરાર ટેન્કર ચાલકને શોધવા માટે તપાસ શરૂ (Gujarat Road Accident) કરી છે. આસપાસના CCTV ફૂટેજ તપાસવા, પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો નોંધવા અને ટેન્કરની ઓળખ મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: મહેસાણામાં દારૂ ભરેલી કારે સર્જ્યો અકસ્માત, બાઇકસવારને ટક્કર મારતા મોત, કારચાલક ફરાર

આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક, કારમાં સવાર પાંચ સાક્ષીઓ હોસ્ટાઈલ; કહ્યું- સ્પીડની ખબર નથી

આ પણ વાંચો: કચ્છના અંજારમાં ટ્રક-બાઈક વચ્ચે અકસ્માત, 14થી 16 વર્ષના 3 કિશોરોનાં મોત