Canada News/ ટ્રમ્પના ગેટઅપમાં પહોંચ્યો કોમેડિયન, કેનેડાના PM સામે ઉડાવી મજાક; ડાન્સ અને હેન્ડશેક જોઈ લોકો હસ્યા

Trump Roast: કેનેડાના ઓટાવામાં યોજાયેલા રોસ્ટ ડિનરમાં કોમેડિયને ડોનાલ્ડ ટ્રમ્પનો ગેટઅપ ધારણ કરીને માર્ક કાર્ની સામે તેમની મજાક ઉડાવી હતી. ટ્રમ્પની સ્ટાઇલમાં ડાન્સ અને હેન્ડશેક કરીને તેણે મહેમાનોને હસાવ્યા હતા.

Top Stories World
Trump Roast: ટ્રમ્પની નકલ કરી 1 કોમેડિયને ઉડાવી મજાક, કેનેડાના PM પણ હસ્યા

Canada News: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનોખી રીતે મજાક ઉડાવવામાં આવી (Trump Roast) હતી. કેનેડાની રાજધાની ઓટાવામાં યોજાયેલા વાર્ષિક પાર્લામેન્ટરી પ્રેસ ગેલેરી રોસ્ટ ડિનરમાં એક કોમેડિયન ટ્રમ્પના ગેટઅપમાં પહોંચ્યો (Ottawa Roast Dinner) હતો. તેણે ટ્રમ્પની નકલ કરીને ડાન્સ કર્યો અને મંચ પર વડાપ્રધાન કાર્ની સાથે તેમના અંદાજમાં હેન્ડશેક પણ કર્યો હતો. આ દરમિયાન અન્ય એક કોમેડિયન માર્ક કાર્ની બનીને આવ્યો હતો. બંનેએ સાથે મળીને ટ્રમ્પ અને કાર્નીની મજાક ઉડાવી હતી, જેને જોઈને હાજર મહેમાનો ખડખડાટ હસવા લાગ્યા હતા.

Trump Roast: કોમેડિયને ટ્રમ્પને સનકી ગણાવી કટાક્ષ કર્યો

ટ્રમ્પના વેશમાં આવેલા કોમેડિયને માર્ક કાર્નીની લોકપ્રિયતા પર પણ કટાક્ષ કર્યો હતો. તેણે ટ્રમ્પની સ્ટાઇલમાં કહ્યું હતું કે, ‘ફેક ન્યૂઝ! અહીં બે કાર્ની છે. આ તો ગોટાળો છે. તેઓ લગભગ એટલા જ લોકપ્રિય છે, જેટલો હું છું.’

આ ઉપરાંત કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની અગાઉની માંગ પર પણ મજાક કરવામાં આવી હતી. કોમેડિયને કાર્નીને ‘ગવર્નર’ કહેવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમને મોઢા પર આવું કહેવાની મારામાં હિંમત નથી.

બંને દેશો વચ્ચે સારી ટ્રેડ ડીલ થઈ શકે છે, પરંતુ તેમાં સૌથી મોટી અડચણ ખુદ ટ્રમ્પ છે, કારણ કે તેઓ સનકી છે, એવો કટાક્ષ પણ કોમેડિયન દ્વારા કરવામાં આવ્યો હતો.

રોસ્ટ ડિનર શું હોય છે?

કેનેડામાં દર વર્ષે પત્રકારો સાથે પાર્લામેન્ટરી પ્રેસ ગેલેરી ડિનર (Parliamentary Press Gallery Dinner)નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અમેરિકાના વોશિંગ્ટનમાં યોજાતા વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્ટ્સ ડિનર જેવો છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન, અન્ય રાજકીય નેતાઓ અને પત્રકારો એકસાથે ભેગા થાય છે. અહીં ભાષણો અને રમૂજી ટિપ્પણીઓ દ્વારા એકબીજા પર કટાક્ષ કરવામાં આવે છે. નેતાઓ પોતાના વિરોધીઓ, સરકારના કામકાજ અને પોતાના પર પણ જોક્સ કરે છે. જ્યારે પત્રકારો પણ નેતાઓના નિર્ણયો અને નિવેદનો પર રમૂજી ટિપ્પણીઓ કરે છે.

કાર્ની અગાઉ પણ ટ્રમ્પની મજાક ઉડાવી ચૂક્યા છે

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પણ અગાઉ ટ્રમ્પ પર કટાક્ષ કરી ચૂક્યા છે. 5 ઓગસ્ટે ટોરોન્ટોમાં એક કાર્યક્રમ દરમિયાન કાર્ની ફ્રેન્ચ ભાષામાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમનો ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયો હતો.

આ અંગે તેમણે કહ્યું હતું કે, ટેલિપ્રોમ્પ્ટરે કામ કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ દુનિયાના એક ખાસ નેતાની જેમ તેઓ આને કાવતરું માનતા નથી. તેમનો ઇશારો ડોનાલ્ડ ટ્રમ્પ તરફ હતો.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2025માં સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ દરમિયાન ટ્રમ્પનો ટેલિપ્રોમ્પ્ટર પણ બંધ થઈ ગયો હતો. તે સમયે ટ્રમ્પે આ ઘટનાને કાવતરું ગણાવીને તપાસની માંગ કરી હતી. કાર્નીના કટાક્ષના બીજા દિવસે ટ્રમ્પે પણ કેનેડાના નેતાઓને ખરાબ ગણાવ્યા હતા.

ટેરિફને લઈને અમેરિકા-કેનેડા વચ્ચે તણાવ

અમેરિકા અને કેનેડા વચ્ચે ટેરિફને લઈને વેપારી તણાવ પણ ચાલી રહ્યો છે. ઓગસ્ટ 2026માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાની કેટલીક વસ્તુઓ પર 50 ટકા સુધીનો ટેરિફ લગાવ્યો હતો. તેમનો આરોપ હતો કે કેનેડા અમેરિકન ઉત્પાદનો સાથે ભેદભાવ કરે (US Canada Trade War) છે.

જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની સરકારે સપ્ટેમ્બર 2026માં આશરે 20 અબજ ડોલરની અમેરિકન વસ્તુઓ પર વળતો ટેરિફ લગાવ્યો હતો. તેમાં સ્ટીલ, ડેરી ઉત્પાદનો અને ખેતીમાં ઉપયોગમાં લેવાતાં સાધનોનો સમાવેશ થાય છે. આ વેપારી વિવાદને કારણે બંને દેશો વચ્ચેના વેપાર કરાર અંગે ચાલી રહેલી વાટાઘાટો પણ અટકી ગઈ છે.


આ પણ વાંચો: ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગની બેઠક પર દુનિયાની નજર, કેમ કહેવાઈ રહી છે ‘યાલ્ટા 2.0’?

આ પણ વાંચો: ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: બાયોલોજિકલ હથિયાર બનાવશો તો સંપૂર્ણ સફાયો કરી દઈશું!

આ પણ વાંચો: ટ્રમ્પ ચીન પહોંચ્યા, શી જિનપિંગે એરપોર્ટ પર કર્યું ભવ્ય સ્વાગત