National News : નવેમ્બર મહિનો પૂર્ણ થવાની તૈયારીમાં છે અને 1 ડિસેમ્બર 2026થી અનેક નવા નિયમો (Big Changes )અમલમાં આવવાના છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા ખર્ચ પર પડી શકે છે. 1 ડિસેમ્બરથી ફેરફાર (December 1 Changes) અંતર્ગત LPG સિલિન્ડરના ભાવ (LPG Price), SBI ક્રેડિટ કાર્ડના ચાર્જ, કારની કિંમતો, શેરબજારના ટ્રેડિંગ નિયમો અને GST પ્રક્રિયામાં ફેરફાર થવાના છે. ત્યારે નવા મહિનાની શરૂઆત પહેલાં આ પાંચ મોટા ફેરફારો વિશે જાણી લો.
December 1 Changes: LPG અને ATFના ભાવમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG Price (LPG Price)ની સમીક્ષા કરે છે. 1 ડિસેમ્બર 2026ના રોજ ઘરેલુ અને કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. ખાસ કરીને 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં બદલાવની અસર હોટેલ અને રેસ્ટોરન્ટના ખર્ચ પર પડી શકે છે. બીજી તરફ, 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર છે. આ ઉપરાંત હવાઈ ઇંધણ એટલે કે ATFના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.
SBI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું મોંઘું પડશે
એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો (SBI Credit Card )ઉપયોગ કરતા ગ્રાહકો માટે ડિસેમ્બરથી નવા ચાર્જ લાગુ થવાના છે. બેંક દ્વારા 27 ઑક્ટોબરે જાહેર કરાયેલી માહિતી મુજબ, 1 ડિસેમ્બરથી રૂ. 30,000થી વધુના ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝેક્શન અને રૂ. 50,000ના ફ્યુઅલ ખર્ચ પર 1 ટકા ચાર્જ લાગુ થશે. આ ફેરફારને કારણે વધુ રકમના આવા વ્યવહારો કરતા કાર્ડધારકોના ખર્ચમાં વધારો થઈ શકે છે.

કાર ખરીદવી પડશે વધુ મોંઘી
કારની કિંમતમાં વધારોની (Car Price Hike)અસર ડિસેમ્બર મહિનાથી જોવા મળી શકે છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે 24 નવેમ્બરે કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ પ્રમાણે કિંમતોમાં 0.5 ટકા સુધીનો વધારો થઈ શકે છે. આ નિર્ણયની અસર પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું આયોજન કરતા ગ્રાહકો પર પડશે.
ટ્રેડિંગ અને GSTના નિયમોમાં પણ ફેરફાર
કમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરતા લોકો માટે SEBI Margin Rules (સેબીના માર્જિન નિયમો)માં ફેરફાર થવાનો છે. 1 ડિસેમ્બરથી કમોડિટીની કિંમતમાં થતી વધઘટ પ્રમાણે ટ્રેડર્સે માર્જિન જાળવવું પડશે. ઓછી વધઘટવાળી કમોડિટી માટે 6 ટકા, મધ્યમ વધઘટ માટે 8 ટકા અને વધુ વધઘટ માટે 10 ટકા માર્જિન રાખવું પડશે.
બીજી તરફ, જીએસટી રજિસ્ટ્રેશન (GST Registration)રદ કરવાની પ્રક્રિયામાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. CBIC દ્વારા સેન્ટ્રલ GST નિયમોમાં સુધારો કરાયો છે. નવા નિયમ મુજબ, પાત્ર અરજીઓ પર GST પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે કાર્યવાહી થશે, જ્યારે બાકી રિટર્ન કે રકમ ધરાવતા કેસ સંબંધિત અધિકારીને તપાસ માટે મોકલવામાં આવશે.
સામાન્ય લોકોના બજેટ પર પડશે અસર
ડિસેમ્બરની શરૂઆત સાથે લાગુ થનારા આ પાંચ ફેરફારોની અસર અલગ-અલગ ક્ષેત્રોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને ગેસના ભાવ, ક્રેડિટ કાર્ડના ચાર્જ અને કારની કિંમતો સામાન્ય પરિવારોના બજેટને અસર કરી શકે છે. તેથી નવા મહિનાની શરૂઆત પહેલાં આ નિયમો અને સંભવિત ખર્ચમાં થતા ફેરફાર વિશે જાણકારી રાખવી જરૂરી છે.
