Rajkot News: રાજકોટના ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ઘરકંકાસમાં પુત્રીએ પિતાની હત્યા (Rajkot) કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 20 વર્ષીય પુત્રી ભૂમિકાએ પિતા લક્ષ્મણભાઈના માથામાં ઈંટ મારતા તેમનું મોત નીપજ્યું હતું. પરિવારે શરૂઆતમાં દારૂના નશામાં પડી જવાથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસને શંકા જતાં તપાસમાં સત્ય બહાર આવ્યું.
Rajkot : ઘરકંકાસને કારણે બની ઘટના
ભોજપરા ગામ (Bhojpara Village)ના રહેવાસી લક્ષ્મણભાઈ સોમાભાઈ બગડા લાંબા સમયથી કોઈ કામધંધો કરતા ન હતા અને દારૂનું વ્યસન ધરાવતા હતા. તેના કારણે ઘરમાં વારંવાર ઘરકંકાસ (Family Dispute) થતો રહેતો હતો. પત્ની હંસાબહેન અને દીકરીઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ઉગ્ર બોલાચાલી બાદ ઈંટ મારી
ગત 28 નવેમ્બરે હંસાબહેન મજૂરી કરીને સાંજે ઘરે પરત ફર્યા ત્યારે પતિ લક્ષ્મણભાઈ અને પુત્રી ભૂમિકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલી ભૂમિકાએ પિતાના માથાના ભાગે ઈંટ મારી દીધી, જેમાં તેમનું મોત નીપજ્યું. આ બનાવથી ગોંડલ તાલુકા (Gondal Taluka)માં ચકચાર મચી છે.
દારૂ પીને પડી જવાની વાર્તા ખુલ્લી પડી
ઘટના બાદ પરિવાર લક્ષ્મણભાઈને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો અને દારૂ પીને પડી જવાથી મોત થયાનું જણાવ્યું હતું. પરંતુ ડૉક્ટર અને પોલીસને શંકા જતાં માતા-પુત્રીની વધુ પૂછપરછ કરાઈ, જેમાં સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી.
પુત્રી સામે ગુનો નોંધાયો
પત્ની હંસાબહેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પુત્રી ભૂમિકા સામે BNSની કલમ 103(1) (BNS Section 103) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટના કણકોટમાં ચોંકાવનારી ઘટના, સગીર પુત્ર સામે પિતાની હત્યાનો આરોપ
આ પણ વાંચો: દારૂની લત બની મોતનું કારણ! બે સગા દીકરાએ પિતાની હત્યા કરી, ધરમપુરની ઘટનાથી ચકચાર
આ પણ વાંચો: પાદરામાં POCSO કેસ પછી જામીન પર છૂટેલા પ્રેમીએ દીકરીની સામે જ કરી પિતાની હત્યા
