Valsad News: જિલ્લાના ધરમપુર તાલુકાના (Dharampur Murder Case) મુરદડ ગામમાં પરિવારને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ઘરેલું વિવાદ અને દારૂના વ્યસનને લઈને લાંબા સમયથી ચાલતા તણાવ વચ્ચે એક પિતા આધેડ વ્યક્તિનું (Father Murder) મોત થયું છે. પોલીસ તપાસમાં આ કેસમાં મૃતકના જ બે પુત્રોની સંડોવણી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા, સારવાર દરમિયાન મોત
ઘટના 10 જુલાઈની હોવાનું સામે આવ્યું છે. ધરમપુર તાલુકાના મુરદડ ગામના બામણ ફળિયામાં રહેતા 46 વર્ષીય ભરતભાઈ મોતીરામભાઈ પવારને (Father Murder) માથામાં ગંભીર ઇજાઓ સાથે પહેલા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઇજાઓ ગંભીર હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં બે પુત્રોની ધરપકડ
ધરમપુર પોલીસે તપાસ દરમિયાન મૃતકના બે પુત્રો વિહુલ પવાર અને યોગેશ પવારની પૂછપરછ કરી હતી. તપાસમાં મળેલા પુરાવા અને પ્રાથમિક માહિતીના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની કાનૂની તપાસ હાલ ચાલુ છે.
દારૂના વ્યસનને કારણે ઘરમાં રહેતો હતો સતત તણાવ
પોલીસ તપાસ મુજબ ભરતભાઈને દારૂ પીવાની ગંભીર લત (Alcohol Addiction) હતી. પરિવારના જણાવ્યા અનુસાર તેઓ ઘણીવાર નશાની હાલતમાં ઘરે આવી પત્ની, સંતાનો અને અન્ય પરિવારજનો સાથ ઝઘડો કરતા, ગાળાગાળી કરતા તેમજ મારામારી અને તોડફોડ કરતા હતા. આ કારણે ઘરમાં લાંબા સમયથી તણાવનું વાતાવરણ રહેતું હતું.
બોલાચાલી બાદ હુમલો થયો હોવાનો આરોપ
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ ઘટનાના દિવસે પણ ભરતભાઈ દારૂના નશામાં ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. પરિવારજનોએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.આ દરમિયાન ઘરમાં રહેલી કુહાડીના લાકડાના હાથાથી તેમના માથા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ગંભીર ઇજાઓને કારણે બાદમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પરિવાર માટે દુઃખદ અંત
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. એક તરફ પરિવારના વડાનું મોત થયું છે, તો બીજી તરફ બે યુવાન પુત્રો હવે કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. એક જ ઘટનાએ સમગ્ર પરિવારનું જીવન બદલી નાખ્યું છે.પોલીસ દ્વારા કેસમાં તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને ઘટના અંગે વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: વડોદરામાં મિત્રના ફ્લેટમાંથી 21 વર્ષીય યુવકનો શંકાસ્પદ મૃતદેહ, પિતા આખી રાત દીકરાની શોધમાં ભટક્યા
આ પણ વાંચો: ગાંધીનગરના કલોલમાં કોલેજ કરતા વિદ્યાર્થીની હત્યા
આ પણ વાંચો: નંદની બોસમિયા કેસમાં નવો વળાંક, પરિવારે કહ્યું- ‘આ આત્મહત્યા નહીં, હત્યા છે’; ત્રણ આરોપીઓને ફાંસીની માંગ
