Not Set/ ચિત્રકુટમાં શિવરાજ સરકાર ફેલ, કોંગ્રેસ ઉમેદવારનો રેકોર્ડ વોટથી વિજય

૨૦૧૮ માં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલા વર્તમાન શિવરાજ સરકાર પ્રારંભિક ટેસ્ટમાં ફેલ થયેલી જોવા મળી રહી છે. ચિત્રકુટમાં યોજાયેલી પેટાચુંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનો રેકોર્ડ ૧૪૧૩૫ વોટથી વિજય મેળવ્યો છે. ત્યારે આ વિજય ચુંટણી પહેલા કોંગ્રેસ માટે અત્યંત મહત્વની જોવામાં આવી રહી છે જયારે ભાજપ માટે ચિંતાની ઘડી માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, ચિત્રકુટમાં યોજાયેલી […]

India

૨૦૧૮ માં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલા વર્તમાન શિવરાજ સરકાર પ્રારંભિક ટેસ્ટમાં ફેલ થયેલી જોવા મળી રહી છે. ચિત્રકુટમાં યોજાયેલી પેટાચુંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનો રેકોર્ડ ૧૪૧૩૫ વોટથી વિજય મેળવ્યો છે. ત્યારે આ વિજય ચુંટણી પહેલા કોંગ્રેસ માટે અત્યંત મહત્વની જોવામાં આવી રહી છે જયારે ભાજપ માટે ચિંતાની ઘડી માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, ચિત્રકુટમાં યોજાયેલી પેટાચુંટણી પહેલા પ્રચાર-પ્રસાર માટે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણની સાથે સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા. અને ચુંટણીમાં વિજય પ્રાપ્ત કરવા તમામ પ્રયાસો હાથ ધર્યા હતા.

માનવામાં આવી રહ્યું છે કે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દુત્વના મુદ્દા પર આગળ વધતા ધાર્મિક નગરી અયોધ્યા બાદ ચિત્રકૂટનો પ્રવાસ કરી ૨૦૧૯ ની લોકસભા ચુંટણીની તૈયારી કરી રહ્યા છે.