Not Set/ દાઉદ ઈબ્રાહીમની જપ્ત કરાયેલી સંપત્તિની હરાજી શરુ, તમામની નજર સ્વામી ચક્રપાણી પર

અંદરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈમાં જપ્ત કરવામાં આવેલી ૧૦ માંથી ૩ સંપત્તિની હરાજી શરુ થઇ ગઈ છે. જપ્ત કરાયેલી આ સંપત્તિઓની હરાજીમાં રોનક અફરોજ હોટલ, ડાંગરવાળા હોટેલ, શબનમ ગેસ્ટ હાઉસ ટોચ પર છે. દાઉદની સંપત્તિઓની હરાજી ચર્ચગેટના આઇએમસી બિલ્ડીંગ સ્તિથ કિલાચંદ કોન્ફરન્સ રૂમમાં સવારે ૧૦ થી ૧૨ વાગ્યા વચ્ચે થવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાઉદની […]

Top Stories

અંદરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈમાં જપ્ત કરવામાં આવેલી ૧૦ માંથી ૩ સંપત્તિની હરાજી શરુ થઇ ગઈ છે. જપ્ત કરાયેલી આ સંપત્તિઓની હરાજીમાં રોનક અફરોજ હોટલ, ડાંગરવાળા હોટેલ, શબનમ ગેસ્ટ હાઉસ ટોચ પર છે. દાઉદની સંપત્તિઓની હરાજી ચર્ચગેટના આઇએમસી બિલ્ડીંગ સ્તિથ કિલાચંદ કોન્ફરન્સ રૂમમાં સવારે ૧૦ થી ૧૨ વાગ્યા વચ્ચે થવાની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાઉદની કાર ખરીદીને તેણે આગને હવાલે કરનાર સ્વામી ચક્રપાણી આ હરાજીમા દાઉદની સંપત્તિ ખરીદવાની તૈયારીમાં છે. સ્વામી ચક્રપાણીએ એલાન કર્યું છે કે, તેઓ આ સંપત્તિ ખરીદીને તેના પર શૌચાલય બનાવશે.

મહત્વનું છે કે, આ પહેલા થયેલી હરાજીમાં પત્રકાર એસ. બાલકૃષ્ણને રોનક અફરોજ હોટલ માટે ૪ કરોડ ૨૮ લાખ રૂપિયાની બોલી લગાવી હતી. પરંતુ ત્યારબાદ તેઓ આ રકમ ચૂકવી શક્યા ન હતા.