Not Set/ “પદ્માવતી” ફિલ્મનો વિરોધ કરનારા અંગે આઝમ ખાને આપ્યું આ નિવેદન, જુઓ

નિર્દેશક સંજયલીલા ભણસાલી દ્વારા નિર્મિત વિવાદિત ફિલ્મ ‘પદ્માવતી’ ને લઇ દેશભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આ અંગે એક નિવેદન આપ્યું છે. યુપીમાં પેટા ચુંટણીમાં પ્રચાર દરમિયાન તેઓએ ફિલ્મનો વિરોધ કરનારા વર્ગ અંગે નિશાન સાધ્યું હતું. વિરોધીઓ પર નિશાન સાધતા આઝમ ખાને જણાવ્યું, “મોટી મોટી પાગડી પહેરીને ફિલ્મનો […]

India

નિર્દેશક સંજયલીલા ભણસાલી દ્વારા નિર્મિત વિવાદિત ફિલ્મ ‘પદ્માવતી’ ને લઇ દેશભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આ અંગે એક નિવેદન આપ્યું છે. યુપીમાં પેટા ચુંટણીમાં પ્રચાર દરમિયાન તેઓએ ફિલ્મનો વિરોધ કરનારા વર્ગ અંગે નિશાન સાધ્યું હતું.

વિરોધીઓ પર નિશાન સાધતા આઝમ ખાને જણાવ્યું, “મોટી મોટી પાગડી પહેરીને ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તે લોકો કાલ સુધી અંગ્રેજોનો સામાન ઉઠાવતા હતા અને અંગ્રેજોના માનમાં ઝૂકીને ૪૦ સલામ કરતા હતા”. વધુમાં જણાવતા કહ્યું, ‘એક ફિલ્મમાં નૃત્ય કરવાવાળી ‘નચાનિયા’ થી રાજા સાહેબ ડરી ગયા. પહેલા તો આ રાજા-નવાબો અંગ્રેજોના એજન્ટ હતા’.

યુપીમાં યોજાનારી પેટા ચુંટણીના પ્રચાર-પ્રસારમાં આઝમ ખાને ફિલ્મ “મુગલે એ આઝમ” ને પણ યાદ કરી હતી. આ અંગે તેઓએ જણાવ્યું, હિન્દુસ્તાનમા એક ફિલ્મ મુગલે એ આઝમ બની. આ ફિલ્મમાં અનારકલીને સલીમની મહેબુબા બતાવવામાં આવી છે. સાચી વાત તો એ છે કે આવી કોઈ પણ વાત નથી. આએ ન તો કોઈ ઈતિહાસ સાથે કોઈ લેવા દેવા નથી કે કોઈ વજૂદ નથી. આ ફિલ્મ અંગે કોઈ પણ મુસ્લિમ વર્ગના લોકોએ વિરોધ કર્યો ન હતો.