Not Set/ ઓપરેશન ઓલ આઉટ : કાશ્મીરમાં જૈશ અને લશ્કરના ૫ આતંકીઓ ઢેર

જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાને આતંકીઓ વિરુધ મોટી સફળતા મળી છે. ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં સેનાએ બડગામ અને સોપોરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ૫ આતંકીઓને ઢેર કર્યા છે. આ આતંકીઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશે એ મોહમદના હોવાનું માનવામાં આવી રહ્યું છે. મધ્ય કશ્મીરમાં બડગામ જિલ્લાની ફુટલીપોરા ગામમાં સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા […]

Top Stories

જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાને આતંકીઓ વિરુધ મોટી સફળતા મળી છે. ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં સેનાએ બડગામ અને સોપોરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ૫ આતંકીઓને ઢેર કર્યા છે. આ આતંકીઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશે એ મોહમદના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મધ્ય કશ્મીરમાં બડગામ જિલ્લાની ફુટલીપોરા ગામમાં સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને સુરક્ષાબળોના જવાનોે બડગામ માં ૪ આતંકવાદીઓ માર્યા હતા, ત્યારબાદ સોપોરની સાગીપોરામાં પણ ૧ આતંકીને ઢેર કર્યો હતો. મહત્વનું છે કે, ઓપરેશન ઓલ આઉટ માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા ૨૦૦ ને પર પહોચી ગઈ છે.