Not Set/ કુલભૂષણ જાધવની પત્ની અને માતાને આજે પાકિસ્તાની વિઝા મળશે-25 ડિસેમ્બરના રોજ થઈ શકે મુલાકાત

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવની પત્ની અને માતા અવંતિકાને આજે પાકિસ્તાની વિઝા મળશે. બંનેના પાસપોર્ટ પાકિસ્તાન હાઇકમિશનને મોકલવામાં આવ્યા છે. 25 ડિસેમ્બરના રોજ કુલભૂષણ જાધવની તેની પત્ની અને માતા સાથે મુલાકાત થઈ શકે છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ગત શનિવારે ટ્વિટ કરીને જાધવના પરિવાર દ્વારા વિઝા અરજી કરવામાં આવી હોવાની પુષ્ટિ […]

India

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવની પત્ની અને માતા અવંતિકાને આજે પાકિસ્તાની વિઝા મળશે. બંનેના પાસપોર્ટ પાકિસ્તાન હાઇકમિશનને મોકલવામાં આવ્યા છે. 25 ડિસેમ્બરના રોજ કુલભૂષણ જાધવની તેની પત્ની અને માતા સાથે મુલાકાત થઈ શકે છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ગત શનિવારે ટ્વિટ કરીને જાધવના પરિવાર દ્વારા વિઝા અરજી કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે, જાધવની માતા અને પત્નીની વિઝા અરજી મળી છે.તેઓ માનવતાના ધોરણે અહીંયા આવવા માંગે છે.