Not Set/ ઉન્નાવ/ હવે તો હદ કરી, જામીન પર છૂટેલા આરોપીઓએ રેપ પીડિતાને જીવતી સળગાવવાનો કર્યો પ્રયત્ન

હૈદરાબાદ બાદ હવે ઉત્તર પ્રદેશનાં ઉન્નાવથી એક હ્રદયને કંપાવતી ઘટના સામે આવી છે અને મળતી માહિતી મુજબ દુષ્કર્મીઓએ દુષ્કર્મનો ભોગ બનેલા લોકોની માનવતાની હદ વટાવી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચ મહિનામાં પીડિતા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. સળગાવવામાં દુષ્કર્મ કરનારા બે લોકો પણ શામેલ છે. ગુનેગારો બાળકીને […]

Top Stories India

હૈદરાબાદ બાદ હવે ઉત્તર પ્રદેશનાં ઉન્નાવથી એક હ્રદયને કંપાવતી ઘટના સામે આવી છે અને મળતી માહિતી મુજબ દુષ્કર્મીઓએ દુષ્કર્મનો ભોગ બનેલા લોકોની માનવતાની હદ વટાવી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચ મહિનામાં પીડિતા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. સળગાવવામાં દુષ્કર્મ કરનારા બે લોકો પણ શામેલ છે.

ગુનેગારો બાળકીને સળગાવ્યા બાદ સ્થળ પરથી ભાગી ગયા હતા. પીડિતા પર થોડા સમય પહેલા દુષ્કર્મ ગુજારવામા આવ્યો હતો. જે લોકોએ આ ઘટનાનાં આરોપી છે, તેમના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ બાળકીને જીવંત સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલો બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારનાં હિંદુનગર ગામનો છે.

આ ઘટના બાદ સમગ્ર ઉન્નાવમાં હડકંપ મચી ગઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીની શોધ ચાલુ છે. હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. આ બનાવમાં જે આરોપીઓનાં નામ છે, જેમાથી એક હમણા જ જામીન પર છૂટીને જેલથી બહાર આવ્યો છે. બે આરોપીઓએ પોતાના ત્રણ સાથીઓ સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો. યુવતીની ગંભીર હાલત જોતા તેને લખનઉનાં ટ્રોમા સેન્ટર રિફર કરાઇ છે.

દુષ્કર્મનો ભોગ બનનાર ભાટણ ખેડા ગામે પગપાળા રેલ્વે સ્ટેશન જઈ રહી હતી. આરોપીએ તેને વચ્ચેથી રોકીને તેના પર આગ ચાંપી દીધી હતી. આ વર્ષે માર્ચમાં પાંચ યુવકોએ આ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. બે આરોપીઓ હજી પોલીસની પકડમાંથી બહાર છે. ગામનાં મુખ્ય અધિકારીનાં પુત્ર પર આગ લગાડવાનો આરોપ છે. આપને જણાવી દઈએ કે, પીડિતાએ બંને સામે દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ થવાની બાકી હતી. તે થોડા દિવસો પહેલા જ જેલની બહાર આવ્યો હતો.

કોંગ્રેસની મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આ ઘટના પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, ગઈકાલે દેશનાં ગૃહ મંત્રી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી સ્પષ્ટ જૂઠ્ઠું બોલીને કહ્યું કે યુપીની કાયદો વ્યવસ્થા સારી થઈ છે. રોજ આવી ઘટનાઓ જોતા મનમાં ગુસ્સો આવે છે. ભાજપનાં નેતાઓએ પણ બનાવટી પ્રચારને નાપસંદ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.