અનીસ બઝમી ફેમિલી એન્ટરટેનમેંટ ફિલ્મો માટે ફેમસ છે. અનીસ બઝમીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમની અપકમિંગ ફિલ્મ ‘મુબારકાં’ તમને હસવા પર મજબૂર કરી દેશે. તો આવો જાણીએ ફિલ્મ ‘મુબારકાં’ ના રિવ્યુ વિશે…..
ફિલ્મની સ્ટોરી કરણ (અર્જુન કપૂર) અને ચરણ (અર્જુન કપૂર) ની છે. આ બંને જુડવા છે પરંતુ એક ટ્વીસ્ટના કારણે બંને એકબીજાના પિતરાઈ ભાઈ છે. બંનેમાંથી એકની દેખરેખ ચંડીગઢમાં થાય છે, તો બીજાની લંડનમાં. ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે તેમની ફેમિલી બંને માટે કન્યાઓ શોધે છે. પરંતુ બંનેને પહેલાથી ગર્લફ્રેન્ડ હોય છે. લંડનમાં ઉછરેલ કરણ(અર્જુન કપૂર) એક પંજાબી યુવતી સ્વીટી(ઇનિયાની ડી’ક્રુઝ)ના પ્રેમમાં છે, તો બીજી બાજુ ચરણ(અર્જુન કપૂર) એક મુસ્લિમ યુવતી નફિસા(નેહા શર્મા)ના પ્રેમમાં છે. ચરણની ફેમિલી તેના લગ્ન બિંકલ(આથિયા શેટ્ટી) સાથે નક્કી કરી છે. આથી ચરણ કતાર સિંહ(અનિલ કપૂર) સાથે મળીને એવો પ્લાન બનાવે છે, જેથી બિંકલ જાતે જ લગ્ન કરવાની ના પાડી દે. પરંતુ પ્લાન ફ્લોપ જાય છે અને ફેમિલીમાં કડવાશ આવી જાય છે. આ ઓછું હોય એમ, એકસરખા દેખાવને કારણે કરણ અને ચરણ બંન્નેની લવ-લાઇફમાં મિસઅંડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે. હવે કરણ અને ચરણના કાકા કરતાર સિંહ (અનિલ કપૂર) શું આ કન્ફયુઝનને દૂર કરી બંને ભત્રીજાના મેરેજ કરાવી શકશે? તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ટ્વીન્સ પર આધારિત આવી અનેક ફિલ્મો બોલિવૂડમાં પહેલાં પણ આવી ચૂકી છે અને આમાં કોઇ નવીનતા નથી, પરંતુ અનિસ બઝમીનું ડારેક્શન તમને સીટ પર જકડી રાખવા માટે પૂરતું છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સુપર-એન્ટરટેઇનિંગ છે. સેકન્ડ હાફમાં ફિલ્મની વાર્તા થોડી ધીમી પડે છે, કોમેડી સાથે મેલોડ્રામા ઉમેરાય છે. ક્લાઇમેક્સમાં પણ ખાસ મજા નથી.
ફિલ્મનું ડિરેક્શન શ્રેષ્ઠ છે. તેની સાથે સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક અને ફિલ્મના લોકેશન્સ પણ કમાલના છે. આ એક પારિવારિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી વધારે લાંબી છે જે થોડી ઓછી થઇ શકતી હતી. કોમેડીની સાથે-સાથે ફિલ્મમાં ઈમોશન્સ પણ જોવા મળે છે. ઈલીયાના ડીક્રૂઝ અને અથીયા શેટ્ટીની એક્ટિંગ પણ દમદાર છે. ફિલ્મમાં અનિલ કપૂરની એક્ટિંગ ધમાકેદાર છે. અર્જુન કપૂરની ઓકે-ઓકે એક્ટિંગ સામે વાંધો ન હોય અને મગજ બાજુએ રાખીને માત્ર મનોરંજન માટે ફિલ્મ જોવા જવું હોય, તો ‘મુબારકાં’ ચોક્કસ જોઇ શકાય
