Not Set/ માનવતાની દુહાઈ ગાતા પાકિસ્તાને જાધવના માતા-પત્નીને કેવા કર્યા હેરાન, વાંચો

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવની સોમવારે તેમના માતા અને પત્ની સાથે મુલાકાત થઇ હતી. કહેવામાં આવે તો આ મુલાકાત માત્ર ઔપચારિકતા પૂરી કરવામાં આવી હતી. કારણ કે, આ મુલાકાત વખતે જાધવ અને તેમના પરિવારજનો વચ્ચે એક કાચની દીવાર મુકવામાં આવી હતી તેમજ આ સમયે સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા હતા. પરંતુ […]

World

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવની સોમવારે તેમના માતા અને પત્ની સાથે મુલાકાત થઇ હતી. કહેવામાં આવે તો આ મુલાકાત માત્ર ઔપચારિકતા પૂરી કરવામાં આવી હતી. કારણ કે, આ મુલાકાત વખતે જાધવ અને તેમના પરિવારજનો વચ્ચે એક કાચની દીવાર મુકવામાં આવી હતી તેમજ આ સમયે સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા હતા. પરંતુ માત્ર એક દિવસ બાદ આ મુલાકાતને લઇ ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન ઇસ્લામાબાદમા પરિવારજનો સાથે અપમાન કર્યા હોવાનું સામે આવ્યું છે.

મંગળવારે કુલભૂષણ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, પાકિસ્તાની અધિકારીઓએ સુરક્ષાના નામે જાધવની માતા અને પત્નીના કપડાં બદલાવ્યા તેમજ પ્રેસને પણ તેમની નજીક આવવા દીધી હતી. જેથી તેઓ પ્રશ્નો પૂછીને તેમણે પરેશાન કરી શકે. સાથે જ કુલભોષણ જાધવ સાથે તેમના પરિવારજનોને મરાઠીમાં વાતચીત કરવા દીધી ન હતી.

રવીશ કુમારે વધુમાં જણાવ્યું કે, સુરક્ષાના નામ પર કુલભૂષણની પત્ની-માનું મંગલસૂત્ર, બિંદી, કપડાં સુધી પણ ફેબદલાવ્યું. જ્યારે પણ તેમણે કુલભૂષણ માતા અને પત્ની સાથે પોતાની ભાષામાં વાતચીત કરવા માટે પ્રયત્ન કર્યો હતો, તેમને વારંવાર ટોકવામાં આવ્યા હતા. અહીં સુધી તેમના જુતાઓ પણ પાછા આપવામાં આવ્યા ન હતા.