નવી દિલ્હી: ડોકલામમાં ચીનની સાથે ભારતનો સીમા વિવાદનો હજુ સુધી ઉકેલ થઇ શક્યો નથી, ત્યાં એક મોટી ખબર આવી છે. એ વચ્ચે ઉત્તરાખંડમાં ચાનની સેનાની ઘૂસણખોરી કરી હોવાના સમાચાર મળ્યા છે. સુત્રોથી જણાવ્યા મુજબ ચીનની સૈનિકો ઉત્તરાખંડની બારાહોટીમાં એક કિલોમીટર સુધી અંદર આવી ગયા હતા. માનવામાં આવે છે કે આવું 26 જુલાઇના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ થયું હતું. અને લગભગ 1 કલાક સુધી ચીની સૈનિકો આ વિસ્તારમાં રહ્યા હતા. ભારતીય સેનાના વિરોધ બાદ ચીનની સેનાએ પરત ફરવું પડ્યું હતું. જો કે ચમોલીની ડીએમએ આવી કોઇ ઘૂસણખોરી માટેની માહિતીને ના પાડી દીધી છે. એટલું જ નહીં તે વખતે જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલે પોતાના ચીની સમકક્ષ યાંગ જેસી જોડે ડોકલામ મામલે ચર્ચા પણ કરી હતી. પણ તે ડોકલામ મામલે કોઇ પણ છેલ્લો નિર્ણય નહતા લઇ શક્યા. અને તે પછી હજી પણ ભારત અને ચીન વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. અને હવે આ મામલો બહાર આવતા બન્ને દેશોના સંબંધો કદાચ વધુ વણસી પણ શકે છે. ઉલ્લેખનીય છે કે બારાહોટી ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની વચ્ચેચ આવેલું છે અને તે ત્યાંની ત્રણ સીમા ચોકીમાંથી એક છે. વધુમાં 2016ના જુલાઇ મહિનાના અંતમાં પણ ચીની સેના ઉત્તરાખંડના બારાહોટીના આ જ વિસ્તારમાં ધૂસણખોરી કરી હતી. 1958થી જ આ વિસ્તારની વિવાદિત ક્ષેત્રના રૂપે જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ 350 કિલોમીટરની જેટલા વિસ્તાર ચીનને અડીને જ આવ્યો છે.
ચીન દાવો કરે છે કે એના ડોંગલાંગ રીજનનો ભાગ છે. ભારત-ચીનનો જમ્મુ-કાશ્મીરથી લઇને અરુણાચલ પ્રદેશ સુધી 3488 કિલોમીટર સુધી
લાંબી બોર્ડર છે. એનો 2200 કિલોમીટર ભાગ સિક્કિમમાં આવે છે.
