દિલ્હી,
ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પસાર થશે. તો તેને મુસ્લિમ સંગઠનો સુપ્રીમમાં પડકારશે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના વડાએે નિવેદન આપ્યુ હતું કે, બિલમાં ઘણી ખામી અને વિરોધાભાસ છે, ઉપરાંત મૂળભૂત પ્રશ્નોના ઉકેલ નહીં હોવાનો દાવો કર્યો હતો.
ટ્રિપલ તલાક વિરૃધ્ધનું ઐતિહાસિક બિલ લોકસભામાં બહુમતીથી પસાર થયા પછી હવે રાજ્યસભામાં પસાર કરવા મોકલાશે. આ બિલનો ઘણી મુસ્લિમ સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. દરમિયાન ઈન્ડિયન મુસ્લિમ લીગના લોકસભાના નેતા પી કે કુંજલીકુટ્ટીએ જણાવ્યું હતું કે, આ બિલ રાજ્યસભામાં પસાર થશે તો મુસ્લિમ સંગઠનો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
મુસ્લીમ લીગે ભાજપ સરકાર પર આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, કૌટુંબિક બાબતોને ગુનો ગણાવવો તે શાસક પક્ષની રાજકીય રમત છે. કેન્દ્ર સરકાર પર્સનલ લોમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. પત્ની અને બાળકોના રક્ષણ માટે શું જોગવાઇ છે તે જણાવ્યું નથી. પતિને જેલ થાય તો પત્નીનું ભરણપોષણ કેવી રીતે થાય તેની સ્પષ્ટતા થઇ નથી. કોંગ્રેસે આ બિલને ટેકો આપ્યો હોવાથી આ બિલ રાજ્યસભામાં પસાર થાય તેવી શક્યતા છે. જો કે સરકારને રાજ્યસભામાં બહુમતી નથી. આરજેડી, એઆઇએનઆઇએમ, એઆઇએ ડીએમકે અને એઆઇએમઆઇએમે આ બિલનો વિરોધ કર્યો હતો.
