રણવીર સિંહ અને દિપીકા પાદુકોણે નવા વર્ષનું સેલિબ્રેશન શ્રીલંકામાં કર્યું હતું અને હવે 5 જાન્યુઆરીએ બંને દીપિકાનો જન્મદિવસ પણ ત્યાં જ મનાવવાના છે. એવી ચર્ચા થઈ રહી છે કે, આ જોડી જન્મદિવસે જ સગાઇ કરી લેવાની છે.
રણવીર અને દિપીકાએ પોતાના રીલેશનશીપ ઘણી ગુપ્ત રાખી હતી પણ હવે દિપીકાએ સ્વીકારી લીધું છે કે, રણવીર તેનો બોયફ્રેન્ડ છે. દિપીકા અને રણવીરે સાથે જ રામલીલા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આગામી ફિલ્મ પદ્માવતી છે. જેની રિલીઝ વિવાદોને કારણે અટકી ગઈ છે.
