Not Set/ પદ્માવતી નામ બદલો તો મળી શકે U/A સર્ટિફિકેટ : સેન્સર બોર્ડ

દિલ્હી, સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન(સીબીએફસી)એ ‘પદ્માવતી’ મુવીને એ શરતે સર્ટીફીકેટ આપવાની તૈયારી બતાવી છે. જો ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવત’ કરવામાં આવે. 28 ડિસેમ્બરે સીબીએફસીની કમિટીની મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો. સેન્સર બોર્ડે ફિલ્મ પદ્માવતીનું નામ બદલવાનું સુચન કર્યા પછી હવે ફિલ્મનું નામ બદલાઈને પદ્માવત થાય તેવી શક્યતા છે. કરણી સેના સહિત ઘણાં હિન્દુ સંગઠનોએ […]

Top Stories
padmavati પદ્માવતી નામ બદલો તો મળી શકે U/A સર્ટિફિકેટ : સેન્સર બોર્ડ

દિલ્હી,

સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન(સીબીએફસી)એ ‘પદ્માવતી’ મુવીને એ શરતે સર્ટીફીકેટ આપવાની તૈયારી બતાવી છે. જો ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવત’ કરવામાં આવે. 28 ડિસેમ્બરે સીબીએફસીની કમિટીની મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો. સેન્સર બોર્ડે ફિલ્મ પદ્માવતીનું નામ બદલવાનું સુચન કર્યા પછી હવે ફિલ્મનું નામ બદલાઈને પદ્માવત થાય તેવી શક્યતા છે. કરણી સેના સહિત ઘણાં હિન્દુ સંગઠનોએ ફિલ્મના ઈતિહાસ સાથે ચેડાં થયા હોવાની વાત કરી હતી.

સેન્સર બોર્ડે ફિલ્મને 26 કટ્સ સાથે રીલીઝ કરવાની મંજુરી આપી છે. બોર્ડે મુવીનું નામ બદલવાની સાથે ઘુમર ગીતમાં કેટલાંક ફેરફાર કરવાના સુચનો કર્યા છે. એ સિવાય એવું પણ સુચન કરવામાં આવ્યું છે કે, સતીપ્રથાને વધુ ગ્લેમરાઇઝ કરવામાં ના આવે.

સેન્સર બોર્ડે ફિલ્મને લઇને જે જે સુચનો કર્યા છે. તેને હવે પ્રોડ્યુસર સંજય લીલા ભણસાળીને મોકલવામાં આવશે.

પદ્માવતી ફિલ્મને સર્ટીફીકેટ આપવા અંગે એક ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. ફિલ્મને સર્ટીફીકેટ આપવા અંગે ચેરમેન પ્રસુન જોશીને પણ આ સમિતિ સુચનો મોકલશે. સેન્સર બોર્ડે પદ્માવતીને U/A સર્ટિફિકેટ આપવાની તૈયારી બતાવી છે.