Not Set/ દેશમાં પહેલીવાર સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસ મીડીયા સામે આવ્યા, કહ્યું : બધુ ઠીક નથી ચાલી રહ્યું

દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે, સુપ્રીમકોર્ટના જજો મીડિયા સામે આવ્યાં હોય અને તેમણે મીડિયા સાથે વાતચીત કરી હોય. ચીફ જસ્ટીસ પછી બીજા સીનીયર જજ જસ્ટીસ ચેલમેશ્વરએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બે મહિના પહેલાં અમે ચાર જજોએ ચીફ જસ્ટીસને પત્ર લખીને મુલાકાત લીધી હતી. અમે ચીફ જસ્ટીસને કહ્યું કે, જે કાંઇ થઇ રહ્યું છે તે […]

Top Stories

દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે, સુપ્રીમકોર્ટના જજો મીડિયા સામે આવ્યાં હોય અને તેમણે મીડિયા સાથે વાતચીત કરી હોય. ચીફ જસ્ટીસ પછી બીજા સીનીયર જજ જસ્ટીસ ચેલમેશ્વરએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બે મહિના પહેલાં અમે ચાર જજોએ ચીફ જસ્ટીસને પત્ર લખીને મુલાકાત લીધી હતી. અમે ચીફ જસ્ટીસને કહ્યું કે, જે કાંઇ થઇ રહ્યું છે તે યોગ્ય નથી. વહીવટીતંત્ર યોગ્ય રીતે નથી ચાલતું. જો કે અમે ચીફ જસ્ટીસને સમજાવવામાં નિષ્ફળ રહ્યાં એટલે અમે રાષ્ટ્ર સમક્ષ અમારી વાત મુકી છે.

દેશમાં પહેલીવાર બની રહ્યું છે, કે જયારે સુપ્રીમ કોર્ટના જજ પ્રેસકોન્ફરન્સ કરી રહ્યાં છે. આ પ્રેસકોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ મદન અને જસ્ટિસ કુરિયન જોસેફ શામિલ હતાં.

સુપ્રિમ કોર્ટમાં એક કેસની સોંપણી અને આદેશને લઇને આખો મામલો સામે આવ્યો હતો. જોકે જજોએ એ બાબતે ફોડ ન પાડ્યો કે તેઓ ક્યા મુદ્દે વાત કરી રહ્યા છે. જો કે મીડીયાએ વારંવાર પુછ્યું કે આ મામલો સીબીઆઇના જસ્ટીસ લોયાની મોત અંગેનો છે તો જસ્ટીસ કુરિયને કહ્યુ ‘હા’

મીડિયાના ઘણીવાર પૂછવા બાદ જસ્ટિસ ચેલામેશ્વર અને જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું કે, ‘અમે તે પત્ર સાર્વજનિક કરીશું જેનાથી સમગ્ર મામલો તમારી સામે સ્પષ્ટ થઈ જશે.’ જસ્ટિસ ચેલામેશ્વરે વધુમાં કહ્યું કે, ‘અમે નથી ઇચ્છતા કે ભવિષ્યમાં કોઈ અમને કહે કે, અમે અમારી આત્મા વેચી નાખી હતી. આ માટે અમે મીડિયા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો છે.’