Not Set/ ટ્રમ્પ પર ચોંકાવનારો ખુલાસો, પોર્ન સ્ટારને ચુપ રહેવાં લાખો રૂપિયા આપ્યા હોવાની વાત સામે આવી

રાષ્ટ્રપતિ બન્યાં પછી ટ્રમ્પ પર કેટલીય મહિલાઓએ આરોપ લગાવી ચુક્યા છે.આમાં એક વધુ મહિલાનું પણ નામ સામેલ થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસો અમેરિકાના એક અખબાર ‘ ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના રીપોર્ટમાં તેનો દાવો કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સાથે સંબધ બાંધ્યાં હોવાની […]

World

રાષ્ટ્રપતિ બન્યાં પછી ટ્રમ્પ પર કેટલીય મહિલાઓએ આરોપ લગાવી ચુક્યા છે.આમાં એક વધુ મહિલાનું પણ નામ સામેલ થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસો અમેરિકાના એક અખબાર ‘ ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના રીપોર્ટમાં તેનો દાવો કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સાથે સંબધ બાંધ્યાં હોવાની વાત સામે આવી છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ચુપ રહેવા માટે લાખો રૂપિયા આપ્યા હતાં. અખબારના મતે ટ્રમ્પે 2006ની સાલમાં સ્ટીફેની ક્લીફોર્ડને એક ગોલ્ફ મેચ દરમ્યાન મળ્યાં હતાં.

રાષ્ટ્રપતિના એક ખાનગી વકીલે જાહેરમાં તેનો ઉલ્લેખ કરવા માટે ક્લીફોર્ડને 82.69 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. અખાબરે કહ્યું હતું કે, ક્લીફોર્ડને વર્ષ 2016માં એબીસી ન્યુઝ ચેનલ સાથે ટ્રમ્પની સાથે સંબંધોને લઈ વાત કરવા માટે રાજી થઈ ગઈ હતી. પરતું ચુંટણી પહેલાં ટ્રમ્પ અને ક્લીફોર્ડની વચ્ચે કરાર થયો હતો જેથી આ વાતને જાહેર ના કરી.

રીપોર્ટ સામે આવ્યાં બાદ વાઈટ હાઉસે 12 જાન્યુઆરીના રોજ એક નિવેદન રજુ કરવું પડ્યું હતું. તેમાં કહ્યું છે કે આ સમાચાર જુનાછે. ચુંટણી પહેલાં આ રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેને રદ કરી દેવાયો હતો. રીપોર્ટના મતે ટ્ર્મપે એ મૈક્ડોગલની સાથે કથિત રીતે એક દાયકા પહેલા સંબધ બનાવ્યા હતાં.